ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બુધવારનો દિવસ આપના માટે કેવો રહેશે..? જાણો આજનું રાશિફળ - Astrology of 22 Zuly

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Zodic
Zodic

By

Published : Jul 22, 2020, 7:24 AM IST

મેષ: લાગણીનો અતિરેક આપના મનને આળું બનાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે એવા વર્તનથી પણ દૂર રહેજો જેમાં અજાણતા બીજાની લાગણી દુભાય. આજે તમે સંબંધોનું જેટલું વધારે સિંચન કરશો એટલો તમને ભવિષ્યમાં ફાયદો થશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જમવાની અને ઊંઘવાની ક્રિયામાં નિયમિતતા જળવાશે નહીં. સ્ત્રીઓ અને જળાશય આપના માટે જોખમકારક સાબિત થઈ શકે છે.આ સમય વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી છે. માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન પરોવો. મિલ્કત અંગે વધુ ચિંતા કરશો નહીં.

વૃષભ:આપની ચિંતા ઓછી થતા આપ હળવાશ અનુભવશો. આપનું મન લાગણીઓથી ભરપૂર રહેશે. આપની સર્જનશીલતા અને કલ્પનાશક્તિમાં પણ વધારો થશે. કલા અને સાહિત્યમાં આપ આપની કુશળતા બતાવી શકશો. માતા તેમજ પરિવારના બધા જ સભ્યો સાથેની આપની નિકટતામાં વધારો થશે. આપે આર્થિક બાબતો અંગે સાવચેત રહેવું પડશે. આપનો દિવસ આનંદમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે.

મિથુન: આપના નક્કી કરેલા કાર્યો છેવટે પૂર્ણ થતા હવે આપ ખુશી અનુભવી શકશો તેમ જણાઈ રહ્યું છે. આર્થિક યોજનાઓ પણ હવે સરળતાથી પાર પડી શકશે. વ્યવસાય કે નોકરીમાં સુમેળ રહેશે અને સહકર્મચારીઓની મદદ મળી રહેશે. આપ મિત્રો અને સ્નેહીઓને મળી ખુશી પ્રાપ્ત કરી શકશો. આપના પરિવારમાં પણ ખુશહાલ વાતાવરણ હશે.

કર્ક: આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે આનંદમાં પસાર કરી શકશો, તેઓ આપને ભેટ સોગાદ આપી વધુ ખુશ કરશે. આપ્તજનો સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજન માણવાનાં પણ યોગ છે. કોઇ સારા સમાચાર મેળવી શકશો. નાણાંકીય લાભ થાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બને. શરીર અને મનમાં સ્ફૂર્તિ તેમજ તાજગી અનુભવાશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ: આજે કાનૂની બાબતોમાં ન પડવું હિતાવહ છે તેમ જણાઈ રહ્યું છે. આપ માનસિક ચિંતા અને બેચેનીનો અહેસાસ કરશો. આવી સ્થિતિમાં આધ્યાત્મિક વિચારો અને વિદ્વાન લોકો સાથે ચર્ચા અથવા માત્ર તેમનો સંગાથ કરવાથી પણ તમને સકારાત્મકતાનો અહેસાસ થશે. કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની સલાહ છે. પારિવારિક અને વ્યવાસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાની કળા શીખવી પડશે. સંયમિત વાણી અથવા મૌન આજે આપનું હથિયાર બની જશે. લાગણીનું પ્રમાણ વધુ રાખવાના બદલે તટસ્થ વલણ અપનાવીને કોઈપણ નિર્ણય લેવાની સલાહ છે. કોઇની સાથે ગેરસમજ હોય તો ચર્ચા દ્વારા દૂર કરી શકો છો.

કન્યા: આજે બહુવિધ લાભનો દિવસ પૂરવાર થશે તેવું લાગી રહ્યું છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે. નોકરિયાતોને નોકરીમાં લાભની તકો મળે. લગ્‍નજીવનમાં સુખ સંતોષની અનુભૂતિ થશે. પત્‍ની, પુત્ર અને વડીલવર્ગ તરફથી લાભ થાય. મિત્રો સાથે રમણીય સ્‍થળે જવા માટે તમે પ્લાનિંગ કરી શકો. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી નીવડશે. સંતાનોના શુભ સમાચાર મળે.

તુલા:પરિવારમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ રહે. ઓફિસ અને નોકરીમાં આવકવૃદ્ધિ અને બઢતી માટેના સંજોગો સર્જાય. માતા તરફથી લાભ થાય. ગૃહ સજાવટનું કાર્ય હાથ ધરશો. ઓફિસમાં ઉપરી અધ‍િકારીઓ દ્વારા કામની સરાહના થાય અને તેઓ આપના પ્રેરણાસ્‍ત્રોત બને. સહકર્મચારીઓનો સાથસહકાર મળે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જાળવી શકશો.

વૃશ્ચિક: આજે દરેક બાબતની નકારાત્‍મક બાજુઓનો અનુભવ આપને થશે. થાક અને આળસનું પ્રમાણ થોડું વધી જશે જેના કારણે સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે અને કામમાં મન ઓછુ ચોંટે. આવી સ્થિતિમાં તમે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલો તમને ફાયદો છે. નોકરી-વ્‍યવસાયમાં અવરોધ ટાળવા માટે અગાઉથી વ્યૂહરચના તૈયાર કરીને ચાલવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદમાં ઉતરવાનું ટાળશો અને તેમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશો તો ફાયદામાં રહેશો. વિદેશગમન માટેની તકોની થોડી રાહ જોવી પડે પરંતુ વિદેશ વસતા આપ્‍તજનના સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા થાય.

ધન:આજે આપે વાણી અને ગુસ્‍સાને સાચવી લેવા પડશે જેથી આગામી સમયમાં સંબંધોમાં થનારા તણાવથી તમે આસાનીથી બચી શકો. કફ, શરદીના કારણે આપનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાની સંભાવના હોવાથી ઋતુગત સમસ્યાની તકલીફ થઈ જતી હોય તેવા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. માનસિક વ્‍યગ્રતા ટાળવા માટે ધાર્મિક અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. ધન ખર્ચ વધશે. નિષેધાત્‍મક કાર્યો તેમજ અનૈતિક કામ ગેરમાર્ગે ન દોરે તેનું ધ્‍યાન રાખવું. સરકાર અને કાયદાકીય સમસ્યાઓથી અંતર રાખવું.

મકર: વિચાર વર્તનમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. એમ છતાં આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશખુશાલ દિવસ પસાર કરશો. તનમનમાં સ્‍ફૂર્તિ અને પ્રફુલ્લિતતા રહેશે. વ્‍યવસાયમાં વૃદ્ધિ થાય. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા આપની આવકમાં વધારો થાય. ભાગીદારીમાં લાભ થાય. જાહેર જીવનમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે. વિજાતીય વ્‍યક્તિ પરત્‍વે આકર્ષણ થાય.

કુંભ: આજે કરેલા કાર્યમાં આપને યશ, કીર્તિ અને સફળતા મળશે. કુટુંબમાં સંપસુમેળનું વાતાવરણ રહે. શરીર અને મનની સ્‍વસ્‍થતા જળવાશે. આપના વિચાર અને વર્તનમાં લાગણીશીલતા વધારે રહે. નોકરીમાં સાથી કર્મચારીઓ સહકાર આપશે. નોકર ર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. જરૂરી કામમાં જ ધનખર્ચ થશે. વિરોધીઓ કે હરીફોનો પરાજય થશે.

મીન: કલ્‍પનાની સૃષ્ટિમાં વિહાર કરવાનું ગમશે. સાહિત્‍ય લેખનમાં આપની સર્જનાત્‍મકતા પ્રગટ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રેમીજનો પ્રિયપાત્રનું સાનિધ્‍ય માણી શકે. શેર સટ્ટામાં લાભ થાય પરંતુ અતિ લોભમાં આવીને સોદા કરવા નહીં. માનસિક સમતુલા જાળવી રાખવાની આપને ખાસ સલાહ છે.

ABOUT THE AUTHOR

...view details