મેષઃઆજે આપને આપના ઉગ્ર સ્વભાવ પર કાબૂ રાખવાની સલાહ છે. આજે શારીરિક અને માનસિક ઉત્સાહ જાળવી રાખવા માટે પૌષ્ટિક ભોજન લેવાની તેમજ મેડિટેશન કરવાની સલાહ છે. ઈચ્છિત સફળતા મેળવવા માટે સખત પરિશ્રમની પણ તૈયારી રાખવી. સંતાનોની બાબતમાં આપની વ્યસ્તતા વધુ હે. કામની દોડાદોડમાં પરિવાર પ્રત્યે ઓછું ધ્યાન અપાય પરંતુ તમારી પ્રગતિ જોઈને તેઓ કોઈ ફરિયાદ નહીં કરે. વર્તન અને આયોજનોમાં ધૈર્ય અને પરિપકવતા રાખવાની સલાહ છે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.
વૃષભઃ આજે આપ આપનું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. પિતૃપક્ષ તરફથી આપને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મેન્સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.
મિથુનઃ નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્થળે આપને ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. મિત્રો, ભાઇભાંડુઓ કે પડોશીઓ સાથે મનદુ:ખ થયું હોય તો દૂર થાય. આપના વિચારોમાં ઝડપથી પરિવર્તન આવશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય હોવાનું જણાઈ રહ્યું છે.
કર્કઃ આજે આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ છે. શારીરિક અને માનસિક રીતે આજે આપને તંદુરસ્તીની ખાસ કાળજી લેવાની સલાહ છે. કોઈની સાથે મનદુ:ખ અને અસંતોષની લાગણી હોય તો બાંધછોડની નીતિ અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવાની સલાહ છે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રાખવા માટે દરેકને પુરતો આદર અને સહકાર આપવો. કુટુંબના સભ્યો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે પરંતુ જો બહેતર પરિણામ લાવવું હોય તો ઈતરપ્રવૃત્તિઓ છોડીને વધુ મહેનત કરવી પડશે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
સિંહઃ આપનો આજનો દિવસ શુભ ફળ આપશે. આજે આપ આત્મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.
કન્યાઃ આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે માટે અહમ અને હઠાગ્રહથી દૂર રહેવું. શારીરિક અને માનસિક બેચેની રહેવાની સંભાવના હોવાથી લાગણીના પ્રવાહમાં અતિશય તણાવાના બદલે પ્રેક્ટિકલ અભિગમ રાખવો. સ્વભાવમાં ઉગ્રતા છોડશો તો આપ્તજનો સાથે આત્મીયતા જાળવવામાં સફળ રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે બોલવામાં સંયમ રાખવો. આકસ્મિક ધનખર્ચની સંભાવના નકારી શકાય નહીં. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું બને. કોર્ટ કચેરીથી સંભાળવું.