મીનઃઆજે ગુસ્સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્વસ્થતા મધ્યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્યાન રાખવું. આજના દિવસમાં આપનામાં ઉત્સાહનું પ્રમાણ સારું રહેશે. આપ દરેક કામ ઝડપથી પૂરાં કરશો અને આપનો સમય બચાવીને ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેવાનું પસંદ કરશો. આપને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ અત્યંત પ્રિય છે, આથી આજના દિવસે આપ વિશેષ તૈયારી સાથે પૂજા-અર્ચના કરશો. ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને નવા વસ્ત્રો પહેરાવો અને તેમનો શ્રૃંગાર કરો.
મેષઃઅનુકૂળતાભર્યા આજના દિને આપ તમામ કાર્યો તન-મનની સ્વસ્થતા સાથે કરશો. જેના કારણે કામ કરવામાં ઉત્સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક લાભ થશે. પરિવારમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. ઘરમાં મિત્રો અને સગાં- સ્નેહીઓના આગમનથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. માતા તરફથી લાભ થાય. આપના ઘર- પરિવારમાં જન્માષ્ટમીની ઊજવણી બાબતે ઘણો હર્ષોલ્લાસ જોવા મળશે. આજે ઘરમાં પકવાન બનશે અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવીને આપ સૌ તેનો આનંદ માણી શકશો. આપને આજે માખણ- મીસરીમાં અતિ આનંદ આવશે અને પરિવાર સાથે મંદિરે જઇને જન્માષ્ટમીની આસ્થાભેર ઉજવણી કરવાનો આપનો પ્રયત્ન રહેશે. ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને માખણ મીસરીનો ભોગ ધરાવો અને પોતે પણ તેમાંથી પ્રસાદ લો.
વૃષભઃ આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્વાસ્થ્યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્યો અને સગાંસ્નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું. આજનો દિવસ આપના માટે ઘણો શુભ રહેશે. આજે તમે દિલથી ખુશ દેખાશો. આજનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. આપના મનમાં પણ બીજા લોકોનું ભલું કરવાની અને બીજા લોકોને ખુશીઓ આપવાની ઇચ્છા જાગશે. આજના દિવસે કોઇ વ્યક્તિની સહાયતા કરીને તમે ખરા અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરશો. ઉપાય- ગુલાબી રંગના પારાની અથવા ગુલાબની માળા ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવો.
મિથુનઃ આજના દિવસમાં મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્લાસમાં બમણો વધારો થશે એવો સંકેત મળી રહ્યો છે. પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદ આપશે. સંતાનો અંગે સારા સમાચાર મળે. નોકરી- વ્યવસાયમાં પણ લાભ થાય. આવકમાં વધારો થાય. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્ય પાત્ર મળી રહે. સમયસર સારું ભોજન મળે. આજે દાંપત્યસુખ સારું રહે. આજના દિવસે આપ પોતાની ભૂલોનો અહેસાસ કરશો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેની ક્ષમા માંગવા માટે પ્રાર્થના કરશો. તમે એવી ભાવના સાથે પૂજા કરશો કે, આપના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી આપને મુક્તિ મળે અને આપ ગીત-સંગીત સાથે આજે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરશો. ઉપાય- આજે આપે ભગવાન શ્રી કૃષ્ણને એક વાંસળી ભેટ ધરવી જોઇએ.
કર્કઃઆજનો દિવસ નોકરી- વ્યવસાય કરનારાઓ માટે ખૂબ લાભકારક છે. નોકરિયાતો માટે ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. તેમનું વર્ચસ્વ વધે. પદોન્નતિ થવાની શક્યતા છે. પરિવારજનો સાથે અગત્યની બાબતો વિશે ચર્ચા થાય. માતાનું આરોગ્ય સારું રહે. ધન- માન- સન્માનના હકદાર બનો. ઘરને નવું સ્વરૂપ આપવા માટે તેની સજાવટમાં ફેરબદલી કરો. કાર્યબોજના લીધે થોડાક થાક અનુભવશો. પરંતુ સામાન્ય રીતે આરોગ્ય સારું રહેશે. ગૃહસ્થ જીવન આનંદપૂર્ણ રહેશે. આજના દિવસે ભક્ત અને ભગવાનના સંબંધને આપ સમજવાનો પ્રયાસ કરશો. આપ બુદ્ધિમાન છો અને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા બોધપાઠોનો અમલ કરવાનો પ્રયાસ કરશો. આપ પોતાના સંચિત ધનમાંથી અમુક રકમ કોઇ મંદિરમાં દાન કરવાનો પ્રયાસ કરશો. આમ કરવાથી આપને માનસિક શાંતિનો પણ અહેસાસ થશે. ઉપાય- આજે આપ ભગવાન શ્રી કૃષ્ણને સફેદ ફુલોની માળા પહેરાવશો તો ઉત્તમ રહેશે.
સિંહઃ આજનો દિવસ આપ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરશો. સ્નેહીજનો જોડે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્ન કરશો. આજે આપનું વલણ ન્યાયપ્રિય રહે. ગુસ્સા પર કાબૂ રાખવો. વ્યવસાયમાં હરીફો અથવા બજારની સ્પર્ધાના કારણે થોડી તકલીફ નડવાની શક્યતા છે. ઉપલા વર્ગના અધિકારીઓની નારાજગીનો ભોગ ના બનવું હોય તો વર્તનમાં વિનમ્રતા રાખવી. આરોગ્ય મધ્યમ રહે. મન અશાંત રહે. આજે આપનો દિવસ સંપૂર્ણ ભક્તિમય રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની સંપૂર્ણ આસ્થાપૂર્વક આપ પૂજા-અર્ચના કરશો. આપના મનમાં ખુશી છવાયેલી રહેશે જેથી આપનું મન પૂજામાં મગ્ન રહેશે. આપ પોતાના કામ ઝડપથી પૂરાં કરશો. એવું લાગશે કે, આજના દિવસ માટે આપ ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યાં છો. ઉપાય- આજે લાલ રંગના ફુલોથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઇએ.