નવી દિલ્હી : કોરોના વાઇરસની વેક્સીનની રાહ જોઇ રહેલા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી સોથી વિશ્વસનીય માનવામાં આવી રહેલી એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવસિર્ટીની વેકસીનને હ્મુમન ટ્રાયલ માટે રોક લગાવવામાં આવી છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ કરવામાં આવેલા વ્યકિતઓ બિમાર પડતાં વિક્સીન પર રોક લગાવવામાં આવી છે. જોકે, કંપનીનું કહેવું છે કે, ટેસ્ટિંગમાં સામેલ વ્યકિતની બિમારી બાબતે કોઇ જાણકારી મળી આવી નથી.
આપને જણાવી દઇએ કે, એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સીનનું નામ AZD1222 રાખવામાં આવ્યું છે.
કોરોના વેક્સીન બજારમાં આવતા પહેલાં જ સંકટ
માનવામાં આવી રહ્યું છે કે, દુનિયાભરમાં કોરોના વેક્સીન બજારમાં વર્ષના અંત સુધીમાં આવી જશે, પરંતુ આ વચ્ચે એક નવું સંકટ આવી ગયું છે. આ સંકટ છે વેક્સીન રાષ્ટ્રવાદનો. આનો અર્થ છે કે, જે દેશ આ વેક્સીનને બનાવવામાં સફળતા પ્રાપ્ત કરશે તે દેશની વેક્સીનનો ઉપયોગ કરવામાં આવશે.WHO એ ચેતવણી આપી છે કે, આનાથી કોરોના મહામારી હજુ વધશે.
WHOના પ્રબંધ નિર્દશકે કહ્યું છે કે, દુનિયામાં કોઇપણ જગ્યાએ કોરોના વેક્સીન બની રહી છે તો તેનો ઉપયોગ દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં જે લોકોને સૌથી વધુ વેક્સીનની જરૂરિયાત છે તે લોકોને આપવામાં આવે. આ વેક્સીન પર કોઇ એક દેશનો હક નથી.
આ સમયે દુનિયામાં અંદાજે એક ડઝન જગ્યાઓ પર કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, પરંતુ જાણકારોનું માનવું છે કે ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે.