લોકસભામાં આ બિલ પાસ થયા બાદ હવે CAB (સિટિજન એમેન્ડમેન્ટ બિલ)ને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જે મુદ્દે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જનતા રસ્તાઓ પર ટાયરો સળગાવી પોતાનો આક્રોશ ઠાલવી રહી છે. લોકોના આક્રમક પ્રદર્શને કારણે દયનિય સ્થિતિ બની છે.
CAB: આસામમાં લોકોનું આક્રમક પ્રદર્શન, 12 કલાક બંધનું એલાન - આસામમાં લોકોનું આક્રમક પ્રદર્શન
આસામઃ લોકસભામાં સોમવારે નાગરિકતા સુધારણાં બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને લઈ આસામમાં ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. લોકો રસ્તાઓ પર ટાયરો સળગાવી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. લોકોના આક્રમક પ્રદર્શને કારણે દયનિય સ્થિતિ બની છે.
આ ઉપરાંત જ્યારે મુખ્યપ્રધાન કાલિયાબોરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તે દરમિયાન લોકોએ કાળો ઝંડો બતાવી તેમનો વિરોધ કર્યો હતો. આસામ જતિતાબાદિ યુવા છાત્રા પરિષદ(AJYCP)એ કાલિયાબોરમાં રાજ્યના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલને કાળો ઝંડો બતાવી વિરોધ કર્યો હતો. તો બીજી બાજુ ઉત્તર પૂર્વ છાત્ર સંગઠને પૂર્વોત્તરમાં 12 કલાકના બંધનું એલાન કર્યુ છે. ગુવાહાટીમાં બંધની વધારે અસર જોવા મળી રહી છે.
જનતાના આક્રમક પ્રદર્શનને ધ્યાને લઈ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જોકે લોકોનો આક્રમક દેખાવ જોઈને કહી શકાય કે સ્થિતિ વધારે બગડી શકે તેમ છે.