ગુવાહાટી: આસામ સરકારે તમામ મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં બદલવા અંગેનો નિર્ણય લીધો છે. આસામ સરકારના પ્રધાન હિમંત બિસ્વાએ જણાવ્યું કે, 'અમે તમામ મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં બદલવાનો નિર્ણય લીધો છે. કારણ કે, રાજ્ય ધાર્મિક સંસ્થાનોને આર્થિક મદદ કરી શકતું નથી.'
આસામ સરકારનો મહત્વનો નિર્ણય, 'મદરેસા અને સંસ્કૃત સ્કૂલ હવે હાઈસ્કૂલમાં બદલાઇ' - આસામમાં મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ
આસામ સરકારે રાજ્યના તમામ મદરેસા અને સંસ્કૃત ટોલ્સને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં બદલવા માટેનો નિર્ણય લીધો છે. આ અંગે આસામ સરકારના પ્રધાન હિમંત બિસ્વાએ કહ્યું કે, રાજ્ય સરકાર ધાર્મિક સંસ્થાનોને આર્થિક મદદ કરવા સક્ષણ નથી. આ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હિમંત બિસ્વા
બિસ્વાએ જણાવ્યું કે, જો કે NGO/સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત મદરેસા શરૂ રહેશે. આ ઉપરાંત એક નિયમનકારી માળખું તૈયાર કરવામાં આવશે.