ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં વધુ એક કોરોના પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 25 થઈ

આસામના આરોગ્ય પ્રધાન ડો. હિમંતા બિસ્વા શર્માએ શનિવારે માહિતી આપી હતી કે, રાજ્યમાં કોવિડ -19ના કુલ પોઝિટિવ કેસ 25 થયાં છે.

COVID-19
COVID-19

By

Published : Apr 5, 2020, 8:34 AM IST

ગુવાહાટી: નોવેલ કોરોના વાઈરસનો પ્રકોપ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં પણ ફેલાયો છે. શનિવારે આસામમાં કોવિડ -19નો વધુ એક સકારાત્મક કેસ નોંધાયો છે, જેની સાથે કુલ સંખ્યા વધીને 25 થઈ ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે, કોરોના પોઝિટિવ આવનાર દર્દી દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ ખાતે તબલીગી જમાતમાં પણ હાજર હતો. આસામના આરોગ્ય પ્રધાન હિંંમત બિસ્વા શર્માએ ટ્વિટર પર લખ્યું હતું કે, “આસામના ઉત્તર લખમિપુર જિલ્લામાં વધુ એક COVID-19 પોઝિટિવ નોંધાયો છે. જેની સાથે આસામમાં કુલ સંખ્યા 25ની હોવાની પુષ્ટિ થઈ છે. આ દર્દી નિજામુદ્દીન મરકઝની જમાત સાથે સંબંધિત છે.“

છેલ્લા ત્રણ દિવસમાં આસામમાં મોરીગાંવ, ગોલાઘાટ, કામરૂપ (મેટ્રો), નાલબારી, દક્ષિણ સલમારા, ઉત્તર લખીમપુર સહિતના જુદા-જુદા જિલ્લાઓમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બધાએ ધાર્મિક જમાતમાંં ભાગ લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ દરમિયાન મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં તબલીગી જમાત મંડળ સાથે જોડાયેલા નવા કેસ નોંધાયા છે. મણિપુરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે અરુણાચલ રાજ્યમાં કોવિડ -19નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ અગાઉ મિઝોરમમાં કોરોના વાઈરસનો એક કેસ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details