આસામ: આસામ રાજભવનમાં કોરોના વાઇરસનો પોઝિટિવ દર્દી મળી આવતાં પરિસરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ મહાનગરના જિલ્લા નાયબ કમિશ્નર બિશ્વજીત પેગુએ ગુવાહાટી મહેસૂલ સર્કલના સર્કલ ઓફિસરને આ વિસ્તારને સીલ કરવા નિર્દેશ આપ્યો છે.
આસામમાં કોરોના કેર: રાજભવન પરિસર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર - કોરોના મહામારી
આસામ રાજભવનમાં કોરોના વાઇરસનો પોઝિટિવ દર્દી મળી આવતાં પરિસરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે.
અસમ રાજભવન
તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના મહામારી દિવસેને દિવસે ફેલાઇ રહી છે. તેમજ મોતની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આસામમાં 11,001 કોરોનાના દર્દી છે. જેમાં 14 લોકોના મોત થયાં છે.
દેશમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 6,48,315 થઇ ગઇ છે. તેમજ 19,268 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયાં છે તથા 4,09,082 લોકો સારવાર બાદ સ્વસ્થ થયાં છે.