CAB ને લઇ આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓને નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ત્રિપુરાના એક માર્કેટમાં આગ લગાવી હતી.
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ કરવા પર વિરોધમાં NESO દ્વારા બંધમાં ભાગ લેનાર પ્રદર્શનકારીઓએ મંગળવારના રોજ ત્રિપુરાના ધલાઇ જિલ્લાના એક માર્કેટ પણ આગ લગાવી હતી. આ માર્કેટમાં દુકાનોના માલિક ગૈર આદિવાસી છે.
નાગરિકતા સંશોધન બિલનો સમગ્ર દેશમાં વિરોધ, આવતીકાલે બિલ રાજ્યસભામાં રજૂ થશે - વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું છે. આ બિલને લઇ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સૌથી વધારે આસામમાં CAB (સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ)નો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યું છે, આસામમાં બંધના પગલે જનજીવન ખોરવાયું છે.
બિલના વિરોધમાં મંગળવારે આસામ બંધના એલાનના કારણે જન જીવન પ્રભાવિત થયું છે. આસામના ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ યુનિયન દ્વારા આજે ગોવાહાટી બંધનુ એલાન આપ્યું હતું. જેના પગલે સ્કૂલો, દુકાનો, કોલેજો બંધ જોવા મળી હતી. યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી.
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ચૂક્યું છે. આ બિલનો આસમમાં વિરોધ ચાલુ જ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટ યૂનિયન (AASU) ને આજે સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એટલે કે 12 કલાકના બંધનું એલાન આપ્યું છે.