ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJP ધારાસભ્યએ કર્યો દાવો, ગૌમુત્રથી શક્ય છે કોરોના વાયરસનો ઈલાજ - PRECAUTIONARY

આસામના BJP ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ કોરોના વાયરસના ઈલાજ અંગે વિચિત્ર ઈલાજ સુચવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગાયના છાણ અને ગૌમુત્રથી કોરોના વાયસરનો ઈલાજ કરી શકાય છે.

ASSAM MLA SUMAN HARIPRIYA CLAIMS COWDUNG AND COW URIN CAN BE USED AS PRECAUTIONARY MEASURE FOR CANCER AND CORONA VIRUS
BJP ધારાસભ્યએ કર્યો દાવો, ગૌમુત્રથી શક્ય છે કોરોના વાયરસનો ઈલાજ

By

Published : Mar 3, 2020, 1:09 PM IST

આસામઃ એક બાજુ દુનિયા જ્યારે કોરોના વાયરસનો ઈલાજ શોધી રહી છે, ત્યારે આસામમાં એક ભાજપના ધારાસભ્યએ બજેટ સત્રના પહેલા જ દિવસે મવેશિયોની બાંગ્લાદેશમાંથી થતી તસ્કરીની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ જણાવ્યું હતું કે, ગૌમુત્ર અને ગાયના છાણથી કેન્સર જેવા ઘાતક બિમારીઓના ઈલાજ શક્ય છે.

તેમણે કહ્યું કે, ગૌમુત્રના ફાયદા જગજાહેર છે, જેના છંટકાવથી વિસ્તાર પવિત્ર કરી શકાય છે. મારા મત અનુસાર, આપણે ગૌમુત્ર અને ગાયના છાણથી કોરોના વાયરસનો પણ ઈલાજ કરી શકીએ છીએ. આસામના ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ કેન્સર અને કોરોના વાયરસ માટે ગૌમુત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરી શકાય છે. ધારાસભ્યએ રાજ્યની વિધાનસભાના બજેટ સત્રમાં ભાષણ દરમિયાન મંગળવારે વાયરસના ઈલાજ માટે એક વિચિત્ર સારવાર સૂચવી હતી.

આસામ વિધાનસભાના બજેટ સત્રમાં બોલતા સુમન હરિપ્રિયાએ જણાવ્યું કે, ગૌમૂત્ર અને ગૌવંશના છાણથી જીવલેણ કોરોના વાયરસની સારવાર થઈ શકે છે. ગૌમૂત્ર અને છાણ કેન્સરના દર્દીઓને મટાડી શકે છે. આ વાત પુરાવા મળ્યા છે. ગુજરાતની આયુર્વેદિક હોસ્પિટલમાં પણ કેન્સરના દર્દીઓ માટે ગાયના છાણ વડે ઈલાજ કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓને ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરવામાં આવેલું પંચામૃત આપવામાં આવે છે.

આ ઉપરાંત પ્રાચીન ઋષિ-મુનિ અને પરંપરાગત આયુર્વેદનો પણ સંદર્ભ આપ્યો હતો. હવનના માધ્યમથી હવાને શુદ્ધ કરી હવામાં જન્મેલા રોગને રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે વૈશ્વિક સ્તરે લગભગ 89,000 લોકોને કોરોનાએ પોતાની લપેટામાં લીધા છે.

ABOUT THE AUTHOR

...view details