ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાઇવે બનાવવા માટે 100 વર્ષ જૂની મસ્જિદનું સ્થંળાતર, વાંચો અહેવાલ... - Mosque

અસમઃ અસામના નૌગાંવ જિલ્લાના જૂના ગુડનમાં, એક 100 વર્ષીય મસ્જિદનો ભાગ હાઇવે બનાવવા માટે નડતર રુપ બનતો હતો. આવી પરિસ્થિતિમાં વિસ્તારના લોકોની સંમતિ લીધા બાદ મસ્જિદને બીજી જગ્યાએ સ્થળાતર કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. આ કામ પ્રાચીન વાસ્તુકલા જળવાઇ રહે તે હેતુસર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સૌજન્ય ANI

By

Published : Apr 26, 2019, 11:44 AM IST

N-N 37 નજીક આવેલ એક મસ્જિદનું સ્થાંળતર કરવાનું કામ લોકો માટે એક ઉદારણ પુરુ પાડે છે. આ વિસ્તારમાં હાઇવેનું કામ ચાલી રહ્યુ છે. જેના માટે આ મસ્જિદ દૂર કરવી જરુરી છે. ઇન્જિન્યરોએ જણાવ્યા મુજબ આ કામ 15-16 દિવસમા પૂર્ણ થઇ જશે.

નુકસાન પહોચાડ્યા વિના મસ્જિદના મીનારને દૂર કરવા માટે હરિયાણાની એક કંપનીની મદદ લેવામા આવી રહી છે, હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી આ સ્થંળાંતર કરવામાં આવી રહ્યુ છે. એન્જિન્યરના જણાવ્યા મુજબ 100થી પણ વધુ લોકો આ કામા જોડાયા છે. સંપૂણ સુરક્ષા સાથે આ કામ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ મસ્જિદ હિન્દુ-મુસ્લિમની એકતાનું પ્રતિક છે. શહેરમાં આવેલા 1950ના ભયાનક ભૂકંપ દરમિયાન પણ આ મસ્જિદને કોઇ પ્રકારનું નુંકશાન થયુ ન હતું.

ABOUT THE AUTHOR

...view details