ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં પૂર: 22 જિલ્લામાં લાખો લોકો પ્રભાવિત, 20 લોકોના મોત - આસામમાં 22 જિલ્લામાં પૂર

આસામમાં પૂરે ભયંકર રૂપ ધારણ કર્યું છે. કુલ 33 માંથી 22 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. પૂરને કારણે 20 લોકોનાં મોત થયા છે.

આસામ
આસામ

By

Published : Jun 29, 2020, 3:32 PM IST

ગુવાહાટી: સોમવારે આસામમાં પૂરની પરિસ્થિતિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી 22 પૂરથી અસરગ્રસ્ત થયા છે, જ્યારે પૂરમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20 પર પહોંચી થઈ છે.

સંબંધિત જિલ્લા વહીવટીતંત્રએ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 11 રાહત શિબિરો ખોલી છે, જ્યારે કુલ 28,308 લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. એએસડીએમએ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પૂરના કારણે પાકની સાથે કુલ 98,850 હેક્ટર ખેતીની જમીન પણ પ્રભાવિત થઈ છે.

બીજી તરફ ઘણી નદીઓનું પાણીનું સ્તર વધી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી નિમાટીઘાટ, તેજપુર, ગુવાહાટી, ગોલપરા પેટ ધુબરી, બુરહિંદિગ અને સેનમરીમાં જોખમના ચિન્હથી ઉપર વહી રહી છે. ડિબ્રુગઢ ખાતે, જીયાભારલી ધનસિરી, કોપિલી અને પેગનદિયા નદીઓ પણ જોખમ સ્તરની ઉપર વહી રહી છે.

ABOUT THE AUTHOR

...view details