ગુવાહાટી: આસામમાં વરસાદને કારણે પૂર આવતા બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બુધવારે બારપેટા જિલ્લામાં વધુ એક વ્યક્તિનું મોત થતા રાજ્યમાં મોતનો કુલ આંકડો 40 પર પહોંચી ગયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આસામ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, 11 જિલ્લાઓમાં પરિસ્થિતિ પ્રમાણમાં સુધરી છે, પરંતુ રાજ્યના 33 જિલ્લાઓમાંના 12 જિલ્લાઓમાં હજી લોકો પૂરથી પ્રભાવિત છે.