ગુવાહાટી: આસામમાં પૂરના કારણે પરિસ્થિતી વધુ ભયાનક બની છે. આ પૂરથી 27 જિલ્લાના 22 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો વધીને 76 થઈ ગયો છે. પૂરને કારણે કુલ 1.038 કરોડ હેક્ટર પાકનો પણ નાશ થયો છે.
આસામમાં પૂરથી પરિસ્થિતિ થઇ ભયાનક, 22 લાખ લોકો અસરગ્રસ્ત - આસામ પૂરના સમાચાર
આસામમાં પૂરને કારણે વિનાશ સર્જાયો છે. 27 જિલ્લાઓમાં 2,763 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી મૂશળધાર વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે.
આસામમાં પૂર
બરપેટા જિલ્લો પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે, જ્યાં 5..44 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. NDRF,SDRF,જિલ્લા વહીવટીતંત્રે છેલ્લા 24 કલાક દરમિયાન રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. 20 જિલ્લામાં 480 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે, જેમાં 60696 લોકોએ આશરો લીધો છે.
બ્રહ્મપુત્ર, બુરહિદિહિંગ, ધનસિરી, જિયા ભરાલી, કોપિલી, પુતિમારી, પગલાદિયા, માનસ, બેકી અને કુશિયારા નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.