ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામ પૂર અપડેટઃ મૃત્યુઆંક 66 પર પહોંચ્યો, 6.02 લાખથી વધુ લોકો પ્રભાવિત - આસામમાં મૂશળધાર વરસાદ

આસામમાં 6 લાખથી વધુ લોકો ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જાણકારી આપી છે કે, રાજ્યના 20 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. જેથી મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે.

ASSAM FLOOD
ASSAM FLOOD

By

Published : Jul 12, 2020, 9:35 AM IST

ગુવાહાટી: આસામમાં મુશળધાર વરસાદથી 20 જિલ્લા પૂરની ઝપેટમાં આવ્યાં છે. જેથી રાજ્યમાં 6.02 લાખ લોકો પ્રભાવિત થયા છે. અહીં મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. પૂરની સૌથી વધુ અસર ધેમાજી જિલ્લામાં થઈ છે.

આસામ પૂર અપડેટઃ મૃત્યુઆંક 66 પર પહોચ્યોં

આ ઉપરાંત બારપેટા, લખીમપુર, ચરાઈદેવ, વિશ્વનાથ, બક્સા, નલબારી, ચિરાંગ, બોંગાઈગાવ, કોકરાઝાર, ગ્વાલપારા, મોરીગામ, નગામ, ગોલધાટ અને તિનસુકિયા છે. રાજ્યમાં 1,109 ગામ પાણીમાં ડૂબમાં છે અને 46,082 હેકટરનો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે. જો કે, બ્રહ્મપુત્રા નદી ભયના સ્તરે વહી રહી છે.

ABOUT THE AUTHOR

...view details