ગુવાહાટી(આસામ): આસામમાં પૂરને કારણે વધુ ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યાં પૂરમાં 27.64 લાખ લોકો અસરગ્રસ્ત છે. જ્યારે અનેક સ્થળોએ ઘર, પાકા રસ્તાઓ અને પુલ ધરાશાયી થયાં છે.
#AssamFlood : આસામમાં વિનાશક પૂરથી 105ના મોત, જુઓ ભયાનક દ્રશ્યો... - ભૂસ્ખલન
આસામમાં પૂરની સ્થિતિ વિકટ બની છે, ત્યારે શનિવારે પૂરમાં વધુ ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જેમાં ભૂસ્ખલનના કારણે 26 લોકોનાં મોત થયાં હતાં. આશરે 27.64 લાખ લોકો અસરગ્રસ્ત છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ 90 પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ 21 જિલ્લામાં 649 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. જ્યાં હાલ 47,465 વિસ્થાપિત લોકો આશ્રય લઈ રહ્યાં છે.
આસામ પૂર
આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પૂર વિશે જણાવ્યું છે કે, પૂરને કારણે 105 લોકો મોત થયાં છે. જેમાં ભૂસ્ખલનથી મરનારા 26 લોકો સામેલ છે. ચાલુ ચોમાસાની સીઝનમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં 90 પ્રાણીઓનાં મોત થયાં છે.
આ અંગે મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ જણાવ્યું કે, પૂરના સંચાલનમાં કોઈ સમસ્યા નથી. કારણ કે, પૂર માટે સરકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ તહેનાત કરવામાં આવી છે.