નવી દિલ્હીઃ આસામ અને બિહારમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખુબ જ ગંભીર છે. ભયજનક પૂરને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. અત્યાર સુધીમાં આસામ રાજ્યમાં પૂરને કારમે 105 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યના 23 જિલ્લાઓ ખુબ જ પ્રભાવિત થયા છે. આસામમાં આ કુદરતની આફતને કારણે 24 લાખ 76 હજાર 431 લોકો પ્રભાવિત થયા છે.
#Assamflood2020: આસામમાં ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 105 લોકોના મોત - Assam latest news
આસામમાં ત્રાટકેલી કુદરતી આફતને લીધે લોકોનું જીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી પુરની સ્થિતિમાં અત્યાર સુધી 105 લોકોના મોત થયા છે.
Assam
બ્રહ્મપુત્રના વધતા જળપ્રવાહને લીધે તેની સહાયક નદીઓનો પ્રભાવ પણ વધ્યો છે, જેનાથી કુલ 1771 ગામડાઓ પ્રભાવિત થયાં છે. આ સાથે જ આ આફતથી અત્યાર સુધીમાં 1.22 લાખ હેક્ટર પાકને નુકસાન થયુ છે.
પૂર સંબંધિત રિપોર્ટમાં જણાવાયું છે કે, રાજ્યમાં પૂરને લીધે વધુ એકનું મોત થયું છે. અતિશય વરસાદને કારણે ઉદ્ભવેલી પુરની સ્થિતિમાં 105 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કાજીરંગા નેશનલ પાર્કનો 80 ટકા હિસ્સો પૂરમાં ડુબી ગયો છે, જેના લીધે 108 પશુઓના પણ મોત થયા છે.