ગુવાહાટીઃ આસામમાં પુરના કહેરથી દિન પ્રતિદિન મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે પુરથી અત્યાર સુધીમાં કુલ 132 લોકોના મોત થયા છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 27 જિલ્લામાં 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર પુરના કહેરથી 93 લોકોના મોત થયા છે.
આસામમાં પુરના કહેરથી 40 લાખ લોકો પ્રભાવિત , 132ના મોત - latestgujaratinews
ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદી અને તેની સાથે સંકળાયેલી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે આસામમાં પુરની સ્થિતી સર્જાય છે. પુરના કહેરથી લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે.
Assam
23 જુલાઇ સુધીમાં આસામમાં પુરના કહેરથી 132 લોકોના મોત 128 લોકો ઘાયલ અને 53 લોકો ગુમ 998 પરિવાર પુરથી પ્રભાવિત થયો છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આસામ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગ્રામજનોને રાહત સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.