રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "બેટી બચાવો-બેટી પઢાવો" ભારતીય મહિલાઓ માટે એક નવું વિશેષ શિક્ષણ બુલેટિન છે. જો ભાજપના ધારાસભ્ય પર દુષ્કર્મ આરોપી હોય,તો પ્રશ્નો પૂછશો નહીં. "નોંધનીય છે કે, 28 જુલાઇના રોજ બનેલા માર્ગ અકસ્માતમાં ઉન્નાવ દુષ્કર્મ કેસનો ભોગ બનેલી પીડીતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ અકસ્માતમાં 3 લોકોનો મોત નીપજ્યું હતું.પીડિતા અને તેના વકીલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર કેસના મુખ્ય આરોપી છે.
ઉન્નાવ દુષ્કર્મ આરોપી ભાજપનો ધારાસભ્ય છે, તો પછી સવાલ પૂછવાની જ મનાઈ છે:રાહુલ ગાંધી - Gujrart
નવી દિલ્હી :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થતા ગંભીર ઇજા પહોંચાવાની ઘટના સામે વિરોધ દર્શાવયો હતો. તેમણે આ બાબતે ટ્વિટ કરી કહ્યું કે,જો હાલના સમયમાં દુષ્કર્મનો આરોપી ભાજપનો ધારાસભ્ય છે, તો પછી સવાલ પૂછવાની જ મનાઈ છે.
rahul gandhi
કુલદીપ સિંહ ફતેહપુર જિલ્લાના ભાજપના ધારાસભ્ય છે. તેઓ સતત 4 વખત ઉન્નાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. કુલદીપ સેંગરેએ યુથ કોંગ્રેસથી રાજકારણની શરૂઆત કરી હતી. અને 2002માં ભગવાન નગરથી બસપાની ટિકિટ પર ધારાસભ્ય બન્યા. આ પછી, 2007 અને 2012માં, તેઓ એસપી ટિકિટ પર ચૂંટાયા હતા.