ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરી અલગાવવાદી નેતાનો ખુલાસો, ભારત વિરોધી પ્રવૃતિ માટે ISI પાસેથી મળતું હતું ફંડ - pakistan

ન્યૂઝ ડેસ્ક: કાશ્મીરી અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ મોટા ખુલાસો કરતા કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના એક અધિકારી દ્વારા લશ્કરે તૈયબાના મુખ્યા હાફિઝ સઈદની નજીક આવી હતી. આ અધિકારી દુખ્તારન-એ-મિલ્લત નેતા અંદ્રાબીના સંબંધી હતા.

file

By

Published : Jun 6, 2019, 10:43 AM IST

કાશ્મીર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અંદ્રાબી ચાર વર્ષ પહેલા પાકિસ્તાની ઝંડા લહેરાવવા તથા પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાવાને કારણે ચર્ચામાં આવી હતી.અંદ્રાબીના આ કામની પાછળ હાફિઝ સઈદનો હાથ હોવાનું માનવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે, અંદ્રાબીનો ભત્રીજો પાકિસ્તાની સેનામાં કેપ્ટન રેંકનો અધિકારી છે. તેમના એક નજીકના સંબંધી તથા પાકિસ્તાની સેના અને ISIના સંપર્કમાં છે.અંદ્રાબીના સંબંધીો દુબઈ તથા સઉદીમાં પણ રહે છે જ્યાં તેમના ફંડ મળે છે અને ભારત વિરુદ્ધ ગતિવીધી કરે છે.

NIA એ અંદ્રાબી વિરુદ્ધ એક કેસ પણ દાખલ કરેલો છે, જેમાં જમાત-ઉદ-દાવાના અમિર અને લશ્કરના માસ્ટર માઈન્ડ સઈદ અંદ્રાબીને મોટો પ્રમાણમાં ફંડ પૂરૂ પાડતા હતા.

આ ફંડ પથ્થરબાજો તથા હુરિયત નેતાઓના સમર્થકોમાં વહેંચવામાં આવતું હતું. જ્યાં આ લોકો ઘાટી તથા ભારત સરકારની વિરુદ્ધમાં વ્યાપક પ્રમાણમાં પ્રદર્શન કરતા હતા.

ABOUT THE AUTHOR

...view details