ન્યૂઝ ડેસ્કઃ આસામના બિસ્વનાથ જિલ્લામાં બેહાલી ચા એસ્ટેટમાં એશિયાનો સૌથી વયસ્ક હાથી છે. વિલિયમસન મેગોર ટી કંપનીના તત્કાલીન ડિરેક્ટર, બ્રિટીશ સાહિબ જ્હોન ઓલિવરે 1968માં આ હાથી ખરીદ્યો હતો.
આસામના બિસ્વનાથ જિલ્લામાં બેહાલી ચા એસ્ટેટમાં એશિયાનો સૌથી વયસ્ક હાથી છે. વિલિયમસન મેગોર ટી કંપનીના તત્કાલીન ડિરેક્ટર, બ્રિટીશ સાહિબ જ્હોન ઓલિવરે 1968માં આ હાથી ખરીદ્યો હતો. હાથીનું નામ બિજુલી પ્રસાદ રાખવામાં આવ્યું હતું. બોરગંગ ચા એસ્ટેટમાં જૂની ચાના છોડને જડમૂળથી ઉખાડવામાં આ હાથી રાખવામાં આવ્યો હતો, જેને વેતન પણ ચૂકવવામાં આવતું હતું.
બેહાલી ચા એસ્ટેટના કર્મચારી પ્રિતમ દાસે જણાવ્યું હતું કે, આ હાથી એશિયામાં સૌથી જૂનો હાથી છે અને આ એક નર હાથી છે. આ અગાઉ બોરગંગ ચા એસ્ટેટમાં હતો, પરંતુ 2018માં હાથીને બેહાલી ચા એસ્ટેટમાં લાવવામાં આવ્યો હતો. બ્રિટિશ સાહેબે હાથીનું નામ બિજુલી પ્રસાદ રાખ્યું હતું.
આસામમાં છે એશિયાનો સૌથી વૃદ્ધ હાથી 'બિજુલી પ્રસાદ', વાંચો અહેવાલ બિજુલી પ્રસાદ સમય પસાર થતાં મેગોર પરિવારનો સભ્ય છે. કંપની લગભગ રૂ. 40,000થી રૂ.45,000 બિજુલી પ્રસાદ પર ખર્ચ કરે છે. હાથીની તબિયતની તપાસ માટે પશુચિકિત્સક રોકાયેલા છે. જ્યારે પ્રખ્યાત હાથી નિષ્ણાત પદ્મશ્રી ડૉ. કુશલ કોંવર સરમા પણ બિજુલી પ્રસાદની તબિયત ચકાસવા સમયાંતરે મુલાકાત લે છે.
પ્રિતમ દાસે જણાવ્યું હતું કે,"બિજુલી પ્રસાદની સંભાળ રાખવા માટે બે લોકો રોકાયેલા છે. તેને દરરોજ સ્નાન કરાવવામાં આવે છે. બિજુલી પ્રસાદ માટે યોગ્ય અને નિયંત્રિત આહાર ચાર્ટ છે. હાથી અત્યારે કોઈ પણ કાર્યમાં રોકાયેલો નથી. હાથીને ચાના એસ્ટેટમાં મુલાકાતીઓ માટે લઈ જવામાં આવે છે. "
બિજુલી પ્રસાદને વિલિયમસન મેગોર પરિવારનો સભ્ય માનવામાં આવે છે. તેને યોગ્ય આહાર આપવામાં આવે છે. જેમાં 25 કિલો ચોખા, 25 કિલો મકાઈ અને દાળનો સમાવેશ થાય છે. હાથીનું વજન લગભગ 400 કિલો છે. બિજુલી પ્રસાદની દર અઠવાડિયે આરોગ્ય તપાસણી કરવામાં આવે છે અને હેલ્થ રિપોર્ટને નિયમિતપણે કોલકાતાના વિલિયમસન મેગોર હેડક્વાર્ટરને મોકલવામાં આવે છે. બિજુલી પ્રસાદ સાથે સ્થાન પરના દરેક વ્યક્તિનો સુમેળભર્યો સંબંધ છે. બિજુલી પ્રસાદ કોઈની ઉપર પણ ક્યારેય આક્રમક થયો નથી.
બિજુલી પ્રસાદના મહાવત થોમસે જણાવ્યું હતું કે,"હું છેલ્લા 20 વર્ષથી બિજુલી પ્રસાદ સાથે છું. બિજુલી પ્રસાદ લગભગ 85 વર્ષનો છે. અમે બિજુલી પ્રસાદની ખૂબ કાળજી લઈએ છીએ. તેને નિયમિત સ્નાન આપવામાં આવે છે અને દર અઠવાડિયે ડોકટરો તેની તપાસ કરે છે."
પ્રખ્યાત હાથી નિષ્ણાત અને પશુચિકિત્સક ડો.કુશલ કોંવર સરમા (પદ્મશ્રી), જે છેલ્લા 25 વર્ષથી બિજુલી પ્રસાદની સંભાળ લઈ રહ્યાં છે, તેમણે કહ્યું કે બિજુલી પ્રસાદની ઉંમર 85 વર્ષ છે. સામાન્ય રીતે જંગલમાં હાથીઓ 60 વર્ષ સુધી જીવિત રહી શકે છે. પરંતુ ઘરેલુ હાથીઓ સાર સંભાળને કારણે 80 વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવિત રહી શકે છે. તેમણે કહ્યું કે, બિજુલી પ્રસાદની તબિયત બરાબર છે. તેને દાઢના લીધે ચાવવામાં સમસ્યા આવે છે. તેને બાફેલો ખોરાક, ઘાસ અને કેળાની દાંડીને નાના ટુકડાઓ કરીને આપવામાં આવે છે.