નવી દિલ્હી : કોરોના વાઇરસ મહામારીની વચ્ચે 6 જુલાઈથી દેશમાં તમામ સ્મારકો ખોલવામાં આવશે. સરકારની સૂચના મુજબ સુરક્ષાની તમામ વ્યવસ્થા સાથે દેશમાં જુદા-જુદા સ્મારકો ખોલવામાં આવશે. તેમાં, સંસ્કૃતિ મંત્રાલય અને પુરાતત્ત્વ વિભાગના તમામ સ્મારકો ખુલશે. સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે આ માહિતી આપી હતી.
6 જુલાઈથી દેશમાં તમામ સ્મારકો ખોલવામાં આવશે, સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે
અનલોક 2.0 બાદ દેશમાં સંસ્કૃતિ મંત્રાલય અને પુરાતત્ત્વ વિભાગના તમામ સ્મારકો ખુલશે. સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે આ માહિતી આપી હતી.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કોરોના વાઇરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને 16 માર્ચની રાત્રે દેશભરમાં તમામ સ્મારકો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. 17 માર્ચની સવારથી, દેશના તમામ સ્મારકોને તાળાબંધી કરવામાં આવી હતી. બાદમાં, 8 જૂનથી અનલોક-1માં, સંસ્કૃતિ મંત્રાલયે પણ પૂજા અથવા પ્રાર્થના માટે દેશભરમાં 820 સ્મારકો ખોલવાની મંજૂરી આપી હતી, પરંતુ આગ્રાના કન્ટેનમેન્ટ ઝોનને કારણે, તેમાંના 14 સ્મારક ખોલવામાં આવ્યા ન હતા.
કોરોનાને કારણે આ સ્મારકોને સૌથી લાબા સમય સુધી બંધ રાખવામાં આવ્યા છે. અગાઉ, તાજમહેલ 1971માં ભારત-પાક યુદ્ધને કારણે 1થી 18 ડિસેમ્બર સુધી એટલે કે ચાર દિવસ અને સપ્ટેમ્બર 1978માં યમુનામાં પૂરને કારણે સાત દિવસ માટે બંધ રહ્યો હતો. તાજમહેલ અનલોક-1 બાદ બંધ રાખવામાં આવ્યો હતો. હાલના દિવસોમાં પર્યટન ઉદ્યોગની હાલત સૌથી ખરાબ છે. જો કે હવે અનલોક-2માં આ તમામ સ્મારકોને ખોલવાની સૂચના આપવામાં આવી છે.