ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાંચીમાં ASIની હત્યા, પોલીસે એકની ધરપકડ કરી

રાંચીના તુપુદાનામાં ઝારખંડ પોલીસના એક જમાદારની હત્યા કરવામાં આવી છે. જમાદારનો મૃતદેહ તુપુદાના પથ્થરની ખાણમાંથી મળી આવ્યો છે. મૃતક હાલમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.

etv bharat
રાજધાનીમાં એએસઆઈની હત્યાની ઘટના સામે આવી એકની ધરપકડ

By

Published : Jul 31, 2020, 7:03 PM IST

રાંચી: રાંચીના તુપુદાનામાં ઝારખંડ પોલીસના એક જમાદારની હત્યા કરવામાં આવી છે. જમાદારનો મૃતદેહ તુપુદાના પથ્થરની ખાણમાંથી મળી આવ્યો છે. મૃતક હાલમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.

જિલ્લાના તુપુદાનામાં ઝારખંડ પોલીસના એક જમાદાર કમેશ્વર રવિદાસની અજાણ્યા શખ્શોએ હત્યા કરી છે. કામુશ્વરનો મૃતદેહ તુપુદના ઓપી વિસ્તારમાં પથ્થરની ખાણમાંથી મળી આવ્યો છે. કામેશ્વર રવિદાસ તુપુદના ઓપીમાં પોસ્ટ હતી. પણ તે હાલમાં રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. પોલીસ કર્મચારીની હત્યા બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે. આ કેસની માહિતી મળતાની સાથે જ રાંચીના વરિષ્ઠ એસપી સુરેન્દ્ર ઝા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેસની તપાસમાં જોડાયા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કમેશ્વર રવિદાસ છેલ્લા 15 દિવસથી તુપુદાના ઓપી વિસ્તારમાં રમેશ લોહરાના ઘરે રોકાયો હતો. રમેશ લોહરાના ઘરેથી કમેશ્વર રવિદાસની ગણવેશ અને બાઇક મળી આવી છે.

કામેશ્વર રવિદાસની હત્યા પત્થરની ખાણ નજીક આવેલી એક શાળામાં કરવામાં આવી છે. હત્યા બાદ તેનો મૃતદેહ 200 ફુટ ઉંડા ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો. હત્યારાઓએ ઘટના સ્થળે પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. રાંચી પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details