ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, 3 દિવસના મૌન બાદ ગેહલોત-પાયલટ આમને-સામને - ગુજરાતીસમાચાર

આજે રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં આજે ગહલોત અને પાયલટ બન્ને આમને-સામને જોવા મળી શકે છે.

Ashok Gehlot
કોંગ્રેસના ધારાસભ્યો

By

Published : Aug 13, 2020, 10:32 AM IST

જયપુર: રાજસ્થાનમાં રાકીય સંકટ પૂર્ણ થવાની બાદ રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે બળવાખોર સચિન પાયલટ સાથે મુલાકાત કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે, કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં આજે બન્ને નેતાઓ આમને-સામને થઈ શકે છે.

રાજસ્થાનના વિધાનસભાનું સત્ર શરૂ થયા પહેલા આ બેઠક રાખવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભાનું વિશેષ સત્ર 14 ઓગ્સ્ટથી શરુ થઈ રહ્યું છે. અંદાજે એક મહિના સુધી ચાલેલા રાજકીય સંકટ બાદ સચિન પાયલટ પરત ફર્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સચિન પાયલટ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત બાદ જયપુર પરત ફર્યા છે.

કોંગ્રેસના હાઈ નેતૃત્વએ સચિન પાયલટને વિશ્વાસ આપ્યો કે, તમામ ફરિયાદોને દૂર કરવામાં આવશે, પરંતુ જયપુર પહોંચતા જ મુખ્યપ્રધાન ગેહલોત જેસલમેર માટે રવાના થયા હતા. જ્યાં કોંગ્રેસના 100 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતાં.

ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યો આ રાજનીતિક ટકરાવથી સ્વાભાવિક રીતે પરેશાન છે, પરંતુ કોઈએ આગળ આવવું જોઈએ. જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ થયો છે. તેનાથી ધારાસભ્યો ખરેખર પરેશાન છે. મેં તેમને સમજાવ્યા કે, ક્યારેક આપણે સહનશીલ થવું પણ આવશ્યક હોય છે. જો આપણે રાષ્ટ્ર, રાજ્ય અને લોકોની સેવા કરવી છે તો લોકતંત્ર બચાવવું જરુરી છે. તેમણે કહ્યું કે, અમે બધી જ ભૂ માફ કરવી પડશે અને લોકતંત્ર માટે એકજૂથ થવું પડશે. મારી સાથે 100થી વધુ ધારાસભ્યો ઉભા છે.

તમને જણાવી દઈએ કે, ગેહલોત જૂથના ધારાસભ્યો આજે જયપુર પરત ફર્યા છે અને સીધા ફેયરમાઉન્ટ હોટલ પહોંચ્યા હતાં. રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો આ જ હોટલમાં રોકાણા હતા. સંભાવના છે કે, ધારાસભ્યો શુક્રવારે વિધાનસભા સત્ર સુધી આ જ હોટલમાં રહેશે.

મહત્વનું છે કે, પાયલટની હાઈકમાન્ડ સાથે સોમવારે બે કલાક સુધી વાતચીત થઈ હતી. જેમાં પાયલટને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તમારા સાથે કે તમારા અન્ય સાથી ધારાસભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સચિન પાયલટે રાહુલ પ્રિયંકા ગાંધી સાથે સોમવારે મુલાકાત દરમિયાન કેટલીક શરતો રાખી હતી. જેમાં મુખ્યપ્રધાન પદ, બળવાખોર ધારાસભ્યોને પોતોના પદ ફરીથી આપવા અને તપાસ કમિટી બનાવવા જેવી બાબતો પર ચર્ચા થઈ હતી.

નોંધનીય છે કે, 20 જુલાઇએ ગેહલોતે પાયલટ સામે બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સચિન નકામા અને બેકાર છે. રાજસ્થાનમાં 32 દિવસથી ચાલી રહેલો પોલિટિકલ ડ્રામા હવે શાંત પડવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે, 14 ઓગસ્ટથી વિધાનસભામાં સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર પહેલા રાજકીય મળાગાંઠ ઉકેલાતી દેખાઈ રહી છે. જો કે, સચિન પાયલટ સાથે 18 ધારાસભ્યએ ગયા મહિને ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો, જેના પગલે કોંગ્રેસે પાયલટને નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી હટાવી દેવામાં આવ્યાં હતા.

હવે રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. હવે કોંગ્રેસ સચિનના પુનરાગમનની ફોર્મ્યુલા શોધી રહી છે. હાલ તો અશોક ગેહલોતની ખુરશી સુરક્ષિત છે, પણ સચિન કઈ શરતોને આધિન માની રહ્યાં છે, એ તો આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details