ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન CMના વિવાદીત નિવેદન બાદ ગુજરાત ભાજપ મેદાને, કોંગ્રેસને પર આકરા પ્રહાર

ઉદયપુરઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના ગુજરાત અંગેના નિવદેનથી બંને પાડોશી રાજ્યોના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગેહલોતે ગુજરાતમાં ઘરે-ઘરે દારુ પીવાતો હોવાનો હવાલો આપી રાજસ્થાનમાં દારુ પર પ્રતિબંધની માગને નકારી છે. ગેહલોતના આ નિવદેનનો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જવાબ આપ્યો છે. રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાનો મગજ સાથેનો સંપર્ક તુટી ગયો છે. તેમણે તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. હવે બંને પક્ષ અને રાજ્યના નેતાઓ વચ્ચે દારુ મુદ્દે દંગલ શરુ થયુ છે. આ મુદ્દે ગુજરાત ભાજપે અશોક ગહેલોત અને કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે.

ગુજરાતમાં ઘરે- ઘરે દારુ પિવાય છે- અશોક ગેહલોત

By

Published : Oct 7, 2019, 1:22 PM IST

Updated : Oct 7, 2019, 5:43 PM IST

ઉદયપુરના પ્રવાસ દરમિયાન રાજસ્થાનના CM જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં દારૂબંધી શક્ય નથી. તેનું કારણ આપતા ગેહલોતે જણાવ્યુ હતું કે, આઝાદી પછીથી ગુજરાતમાં શરાબ પર પ્રતિબંધ છે. છતાં પણ ગુજરાતમાં સૌથી વધુ દારુનું વેચાણ થાય છે. ઘરે ઘરે દારુ વેચાય છે. ગાંધીના ગુજરાતમાં સૌથી વધુ દારુ પીવાય છે. દારુ પર પ્રતિબંધ લગાવવાથી રાજસ્થાનમાં પણ આ સ્થિતિ પેદા થઈ શકે છે. જો કે, ગેહલોતે ઉમેર્યુ હતું કે, તેઓ વ્યક્તિગત રીતે દારુ પર પ્રતિબંધ મુકવા માગે છે.

અશોક ગહેલોતનું નિવેદન, ભાજપની પ્રતિક્રિયા

ગેહલોતના આ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેનો જવાબ આપ્યો છે કે, કોંગ્રેસના નેતાઓનો મગજ સાથેનો સંપર્ક તુટી ગયો છે. તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે.

બંને રાજ્યના રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓના આક્ષેપ અને પ્રતિઆક્ષેપના કારણે રાજકારણમાં ઉત્તેજના સર્જાય છે.

Last Updated : Oct 7, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details