આપને જણાવી દઈએ કે, સુરતની બે બહેનોએ આસારામ તથા તેના દિકરા નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મની સાથે સાથે ગેરકાયદેસર રીતે પ્રસૃતિ કરાવાની અલગ અલગ ફરિયાદો નોંધાવી છે.
સુરત દુષ્કર્મ મામલે આસારામને કોઈ રાહત નહીં, જામીન મંજૂર ન કર્યા - bail
ન્યૂઝ ડેસ્ક: રાજસ્થાનના જોધપુરની કોર્ટમાં ન્યાયમૂર્તી એન.વી.રમનાની અધ્યક્ષતાવાળી બેંચે તથાકથિત ધર્મગુરુ આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. આ ચૂકાદો ત્યારે આવ્યો જ્યારે મહાન્યાયવાદી તુષાર મહેતા દ્વારા અદાલતમાં જણાવામાં આવ્યું કે, આ કેસની સુનાવણી સુરતની કોર્ટમાં ચાલી રહી છે તથા 210 પુરાવાની તપાસ પણ ચાલી રહી છે જેની રાહ જોવાની છે. તેથી આ કેસમાં હવે જોધપુરની કોર્ટે નીચલી અદાલતને આગળ આવવા જણાવ્યું છે.
file
જોધપુરની કોર્ટે જાતિય શોષણના કેસમાં તથા અન્ય બીજા કેસમાં આસારામને પહેલા જ આજીવન કેદની સજા ફટકારેલી છે. તો વળી અન્ય એક રાજસ્થાનના જોધપુર પાસેના મણઈ ગામમાં આવેલા આશ્રમમાં જાતિય શોષણનો આરોપ લગાવી ચૂકી છે.