ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું- નિર્ભયાના ગુનેગારોને માફ કરવા જોઇએ, નિર્ભયાની માતાએ કહ્યું- દુષ્કર્મીઓને ક્યારેય માફી નહીં - નિર્ભયા કેસ

નવી દિલ્હી: વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે નિર્ભયા મામલામાં ચોકવનારું નિવેદન આપ્યું છે. વરિષ્ઠ વકીલ જયસિંહે નિર્ભયાની માતાને કહ્યું કે, સોનિયા ગાંધી પાસેથી શીખવું જોઇએ અને ઉદાહરણનું પાલન કરતા ગુનેગારોને માફ કરી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની હત્યારી નલિનીને માફ કરી હતી.

indra
ઈન્દિરા જયસિંહ

By

Published : Jan 18, 2020, 1:23 PM IST

ઈન્દિરા જયસિંહે ટ્વીટ કરતા કહ્યું કે, હું આશા દેવીના દર્દથી પરિચિત છું, તેમણે સોનિયા ગાંધીના ઉદાહરણને અનુસરવાનો આગ્રહ રાખવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીની હત્યારી નલિનીને સોનિયા ગાંધીએ માફ કરી હતી.

વકીલ ઈન્દિરા જયસિંહના નિવેદન પર નિર્ભયાની માતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને સલાહ આપનાર ઈન્દિરા જયસિંહ કોન છે. જ્યારે સમગ્ર દેશ ઈચ્છે છે કે, ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે. નિર્ભયાની માતાએ કહ્યું કે, ઈન્દિરા જયસિંહ જેવો લોકોના કારણે દુષ્કર્મીઓ પીડિતો ન્યાય નહીં મળે.

ABOUT THE AUTHOR

...view details