ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આશા ભોસલેને સૈલફોર્ડ યુનિવર્સિટીએ ડોક્ટર ડિગ્રીથી સન્માનિત કર્યા - આશા ભોસલેને સૈલફોર્ડ યુનિવર્સિટીએ ડોક્ટર

નવી દિલ્હી: સર્વશ્રેષ્ઠ ગાયિકા આશા ભોસલેએ પોતાના નામે વદુ એક ઉપલ્બધી લખાવી લીધી છે.તેમને સોમવારના રોજ ગ્રેટર મૈનચેસ્ટર, ઈંગ્લેડ યુનિવર્સિટી ઓફ સૈલફોર્ડ દ્વારા ડોક્ટર ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આશા ભોસલેને સૈલફોર્ડ યુનિવર્સિટીએ ડોક્ટર ડિગ્રીથી સન્માનિત કર્યા

By

Published : Oct 7, 2019, 7:10 PM IST

"જરા સા ઝૂમ લુ મેં" સિંગરએ આ સમાચારને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.ફોટોમાં તેઓ ડિગ્રી સાથે જોવા મલી રહ્યા છે.તેઓએ ફોટો કેપ્શનમાં લક્યું છે કે, સૈલફોર્ડ યુનિવર્સિટીથી ડોક્ટરની ડિર્ગી પ્રાપ્ત કરી કુસ છું.

આશા તાઇના નામથી જાણીતી ગાયિકાએ 2011માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં સંગીત ઇતિહાસમાં સૌથી વધારે રિકોર્ડ બનાવનાર ગાયિકા છે.સુપ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલેને મુંબઈમાં 'પાંચમા યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ'થી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આશાના અવાજમાં પ્રેમની વ્યથા છે, જે કોઈ કથાને પોતાના દિલમાં છુપાવી રાખી હોય તેવી લાગે છે. જેમ કે મીરાના ભજનોમાં જે બેચેની અને વંદના છે, તેવો જ અહેસાસ આશાને સાંભળીને થાય છે.આશાએ ઘણી ભાષાઓમાં દરેક પ્રકારના ગીતો ગાઈને પોતાની વિવિધતા રજૂ કરી. ભજન, ફિલ્મ, સંગીત, ગઝલ, કવ્વાલી, કેબ્રે સોંગ જેવા દરેક ગીતોને તેણે ખૂબ જ સરળતાથી ગાયા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details