અભિનેતા નીલ નીતિન મુકેશ પણ દર વર્ષે ગણપતિની સ્થાપના કરે છે. આ વર્ષે તેણે પોતાના ઘરે સુંદર ગણપતિની સ્થાપના કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાના દર્શન કરવા માટે લોકપ્રિય સંગીતકાર આશા ભોસલે નીલ નીતિન મુકેશના ઘરે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે ગણેશજીની પૂજા કરીને સૌને સફળ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
બાપાના દર્શન કરવા આશા ભોંસલે અભિનેતા નીલ નીતિન મુકેશના ઘરે પહોંચ્યા - આશા ભોસલે
મુંબઈઃ બોલીવુડમાં ગણેશ ચતુર્થી મહોત્સવનો અનોખો મહિમા જોવા મળે છે. અનેક અભિનેતાઓ પોતાના ઘરે બાપાની સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે અને એક બીજાને ઘરે જઈને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવે છે. અભિનેતા નીલ નીતિન મુકેશે આ વર્ષે ગણેશજીની સ્થાપના કરી છે, ત્યારે એવરગ્રીન આશા ભોસલેએ તેમના ઘરે જઈને બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો.
બપ્પાના દર્શન કરવા આશા ભોસલે અભિનેતા નીલ નીતિન મુકેશના ઘરે પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટી, સલમાન ખાન, મનીષ પોલ સહિત અનેક કલાકારો પોતાના ઘરે બાપાની સ્થાપના કરે છે અને હર્ષોલ્લાસ સાથે ચતુર્થીની ઉજવણી કરે છે.