ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંકટના સમયે દેશની સેવા કરનારા કર્મીઓ સાચા દેશભક્ત : રાહુલ ગાંધી - Anganwadi workers

કોરોના વાઇરસના કારણે દેશ લોકડાઉન પર છે. તેવા સમયે જિંદગીનો વિચાર કર્યા વગર લોકોની સેવા કરનારા કર્મચારીઓને રાહુલ ગાંધીએ સાચા દેશભક્ત કહ્યા છે.

સંકટના સમયે દેશની સેવા કરનારા કર્મીઓ સાચા દેશભક્ત : રાહુલ ગાંધી
સંકટના સમયે દેશની સેવા કરનારા કર્મીઓ સાચા દેશભક્ત : રાહુલ ગાંધી

By

Published : Apr 10, 2020, 5:32 PM IST

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાના સંકટ સમયે લોકોની સેવામાં સંકળાયેલા નર્સ, આશા કર્મી, આંગણવાડી કર્મીઓના વખાણ કરતા તે તમામને દેશના સાચા દેશભક્ત કહ્યા છે.

વધુમાં જણાવતા ગાંધીએ કહ્યું કે દેશની સેવાએ સૌથી મોટી દેશભક્તિ છે. અમારા આ સેવા કર્મીઓ દેશના અસલી દેશભક્ત છે. જે સંકટના સમયે લોકોની સુરક્ષીત રાખવામાં મદદ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના જણાવ્યાં અનુસાર આ મુશ્કેલીના સમયમાં આ તમામ લોકોની ભૂમીકા મહત્વપુર્ણ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આશા રાખુ છું કે સંકટ પુર્ણ થયા બાદ તેની સેવાઓ અને તેના કામકાજની હાલતમાં ફેરફાર કરવામાં મુખ્ય ભૂમીકા ભજવશે. તેઓએ કહ્યું કે, દેશની સેવા માટે સેવા કર્મીઓને સલામ છે અને તેની પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details