ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી-ટ્રમ્પની મિત્રતા ભારત માટે ઘાતકઃ ઓવૈસી - owaisis statement on modi trump meet

રાંચીઃ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારના રોજ રાંચીના બરિયાતૂમાં એક જનસભા સંબોધિ હતી. જેમાં ઓવૈસીએ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મિત્રતાને દેશ માટે જોખમી ગણાવી છે.

મોદી અને ટ્રમ્પની મિત્રતા ભારત માટે ઘાતકીઃ ઓવૈસી

By

Published : Sep 25, 2019, 11:21 AM IST

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાંચીના બરિયાતૂમાં એક જનસભાનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે મોદી અને ટ્રમ્પની મિત્રતા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, " જે રીતે ટ્રમ્પે અને વડાપ્રધાન મોદીનો હાથ પકડ્યો હતો. એ જોઈને ઘણું વિચિત્ર લાગ્યું."

ઓવૈસીએ મોદી અને ટ્રમ્પની મિત્રતાને ભારત માટે ઘાતકી ગણાવતાં કહ્યું હતું કે, "NRG સ્ટેડિયમમાં ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને તેના બીજા દિવસે જ ઇમરાન ખાનના વખાણ કરે છે, તો આ કેવી મિત્રતા છે? અને તે સાબિત શું કરવા માગે છે? એક તરફ મોદી ટ્રમ્પની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરે છે. તો બીજી તરફ ટ્રમ્પ ઇમરાન ખાન સાથે દોસ્તી નિભાવે છે. ધારો કે, જો આ વખતે અમેરિકામાં બીજી સરકાર આવે, તો તેઓ પોતાની મિત્રતા કેવી રીતે નિભાવશે? ક્યાંક એવું ન થાય કે, ભારત માટે મોદી અને ટ્રમ્પની મિત્રતા જોખમી સાબિત થાય." આમ, ઓવૈસીએ મોદીના ટ્રમ્પ તરફના વધુ પડતાં ઝુકાવી વર્તન અને પ્રવાસમાં જોવા મળેલી મિત્રતા પર કટાક્ષ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details