ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમે 'શાહ' હશો, પરંતુ દેશનું બંધારણ 'બાદશાહ' છેઃ ઓવૈસી - ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસ્લિમીન

મુંબઈ: ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે રાષ્ટ્રપતિના મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતી પર કહ્યું હતું કે, જે ગાંધીમાં માને છે તે લોકો દેશને બચાવી લે.

OVEISI

By

Published : Oct 3, 2019, 11:49 AM IST

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ બુધવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રેલીને સંબોઘિત કરતા કહ્યું કે, 'નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી માળીને હત્યા કરી હતી. પરંતુ વર્તમાન ગોડસે હિન્દુસ્તાનને મારી રહ્યાં છે. જે ગાંધીમાં માને છે. તે લોકોને હું કહેવા માંગુ છે કે, આ વતનને બચાવી લો.'

અસદુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન મોદીનો સામનો AIMIM સિવાય કોઇ રાજકીય પાર્ટી કરતી નથી.

અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર કટાક્ષ કરતા કહ્યું કે,'તમે શાહ હશો, પરંતુ દેશનું બંધારણ બાદશાહ છે.'

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં ઓવૈસીની પાર્ટી અમુક બેઠકો પર ચૂંટણી લડશે. AIMIMએ લોકસભાની ચૂંટણીમાં ઔરંગાબાદ બેઠક જીતી હતી.

ABOUT THE AUTHOR

...view details