ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રિપલ તલાક બિલ કોઇ ઐતિહાસિક નિર્ણય નથી, સુપ્રીમ કોટમાં નહી ટકેઃ ઔવેસી

નવી દિલ્હી:AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે,BJP ટ્રિપલ તલાક બિલને ઐતિહાસિક બતાવી બસ મુસ્લિમ મહિલાઓ માટે મગરના આંસુ બતાવે છે.

અસદુદ્દીન ઔવેસી

By

Published : Jul 31, 2019, 1:40 AM IST

Updated : Jul 31, 2019, 10:26 AM IST

ટ્રિપલ તલાક બિલ પર ઐતિહાસિક નિર્ણય પર AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, ટ્રિપલ તલાક બિલ પાસ થવુંએ કોઇ ઐતિહાસિક નિર્ણય નથી.

વધુમાં તેમણે કહ્યું કે, આ બિલ મુસ્લિમ મહિલાઓની વિરૂદ્ધ છે અને તેમની સાથે અન્યાય થયો છે.તમણે કહ્યું કે ટ્રિપલ તલાક ગુન્હો છે, પરંતુ જે બીલ પાસ થયું છે તેનાથી મુસ્લિમ મહિલાઓની મુશકેલીઓ વધી જશે, તેમજ ટ્રિપલ તલાકનો કાયદો એક ક્લાસ ઓફ ગ્રુપ માટે છે અને આ કાયદો સુપ્રિમ કોર્ટમાં ટકશે નહી.

વધુમાં જણાવ્યું કે, જો સરકાર પકડીને મુસ્લિમ પતિને જેલમાં નાખશે તેનાથી સામાજિક કુપ્રથા બંધ નહીં થાય. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોક્સો એક્ટના કેસો માટે 500 અદાલતો બનાવી છે,પરંતુ તેમ છતાં 9 ટકા દોષી ઠેરવવામાં આવ્યા છે. ટ્રિપલ તલાક બિલને ઐત્તિહાસિક જાહેર કરીને ભાજપ ફક્ત મુસ્લિમ મહિલાઓ માટે મગરમછના આંસુઓ બતાવી રહી છે.

અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, BJPને મુસ્લિમ મહિલાઓની એટલી જ ચિંન્તા હોય તો ઉન્નાવમાં હિન્દુ રેપ પીડિતાની બાબતને લઇ કેમ ચુપ છે. ક્યારેય મોબ લિંચિંગના નામ પર,ગાયના નામ પર ભાજપનો એજન્ડા સામે આવી રહ્યો છે. અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે,આ કાયદામાં મજબુત ઘરેલુ હિંસા (498A)અને કલમ 125 છે. તેમણે કહ્યું કે ઓલ ઇન્ડિયા લો પર્સનલ બોર્ડને આ ખોટા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઈએ.

જણાવી દઇએ કે ટ્રિપલ તલાક બિલને લઇ સંસદમાં ઐતિહાસિક મંજૂરી મળી છે. લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ ટ્રિપલ તલાક બિલ પસાર થઇ ગયો છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ઉપલા ગૃહમાં ટ્રિપલ તલાક બિલ પસાર કરવા રજૂઆત કરી હતી. બિલમાં મુસ્લિમ સમુદાયમાં તાત્કાલિક તલાક કિસ્સામાં પુરુષોને સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

Last Updated : Jul 31, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details