હૈદરાબાદઃ ભારતની સરહદમાં વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે વિશ્વની બે સૌથી મોટી સૈન્યના સૈનિકો તણાવનો સામનો કરી રહ્યા છે .ત્યારે આ અંગે ઠરાવ પસાર થવાના સંકેતો જોવા મળતા નથી તેવામાં ચીનના રાષ્ટ્રપતિ જીંગપીંગે બેઇજીંગમાં આક્રમક શૈલીમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને સશસ્ત્ર પોલીસ દળને સંબોધન કર્યુ હતુ.
એ સમજાવતા કહ્યું: “આપણે પરિસ્થિતિને નિયંત્રિત કરવી જોઈએ અને પગલું ભરવું જોઈએ, પગલું લશ્કરી સંઘર્ષ માટેની તૈયારીઓ, ફ્લેક્સિએબલ રીતે વાસ્તવિક લશ્કરી તાલીમ લેવી અને લશ્કરી મિશન ચલાવવાની અમારી સૈન્યની ક્ષમતામાં વિસ્તૃત સુધારો. ”
હાલ કોવિડ-19 મહામારીનો પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે જીંગપીંગ ચીનની સુરક્ષા યઅને વિકાસને લઇને થનારી ઉંડાણપૂર્વકની થનારી અસર અંગે વાત કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્પતિ જીંગપીંગને સેન્ટ્રલ મિલેટરી કમિશનના વડા તરીકેની પણ સતા છે. તેમણે કહ્યુ કે “ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્થિતિને નિમયિત અને કાબુમાં રાખી શકીશુ. માટે સેના માટે લશ્કરી સેનાએ સઘર્ષ માટેની તૈયારીઓ વધારવી, વાસ્તવિક લશ્કરી તાલીમ અને આર્મીને મિશન સુધી પહોંચવા આપણી આર્મીને સજ્જ બનાવીએ.”
ચાઇનીઝ રાષ્ટ્રપતિ એ આ ચોંકાવનારુ નિવેદન એવા સમયે જાહેર કર્યુ છે કે જ્યારે પૂર્વ લદાખનૈ વિવિધ ત્રણ સ્થળો પર બંને દેશની મિલેટરી સંભવિત સઘર્ષ માટે બોર્ડર પર છે.
મંગળવારે નવી દિલ્હીના સાઉથ બ્લોક કે જ્યાં સરક્ષણ મંત્રાલય આવેલી છે ત્યારે હાલ સેનાના વડાઓ અને સરક્ષણ પ્રધાન સાથે સતત મીટીંગનો દોર ચાલુ છે.