ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IAS અરવિંદ સિંહ બન્યા AAIના નવા અધ્યક્ષ - airports-authority-of-india

નવી દિલ્હીઃ ઍરપૉર્ટ ઑથોરીટી ઑફ ભારત (AAI)ના નવા પ્રમુખ અરવિંદ સિંહે પોતાનું પદ સંભાળી લીધું છે. મહારાષ્ટ્ર કેડરના 1988ની બેચના IAS અધિકારી અરવિંદ સિંહે કેન્દ્રમાં કેટલાય મુખ્ય પદો પર કામ કર્યુ છે.

airports-authority-of-india

By

Published : Nov 6, 2019, 11:09 PM IST

IAS અધિકારી અરવિંદ સિંહે બુધવારે ભારતીય ઍરપૉર્ટ ઑથોરીટીના નવા પ્રમુખ તરીકે પદ સંભાળી લીધુ છે. 2019ના વિભિન્ન સચિવ સ્તરની નિયુક્તિઓની સાથે કેબિનેટ નિમણૂક સમિતિએ અરવિંદ સિંહની પણ નિમણૂક કરી છે.

મહારાષ્ટ્ર કેડરના 1988ની બેચના IAS અધિકારી અરવિંદ સિંહે અનુજ અગ્રવાલનું સ્થાન લીધું છે. ભારતીય ઍરપૉર્ટ ઑથોરીટીના નવા પ્રમુખ તરીકે તેઓ વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવા અને સંગઠનાત્મક લક્ષ્યો મેળવવાના પ્રયત્નો કરશે. આ નિંમણૂક પહેલા તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ઉર્જા વિભાગમાં ઈન્ચાર્જ મુખ્ય સચિવ હતાં.

ABOUT THE AUTHOR

...view details