ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોરની બજારોમાં જેમ ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઝંડાઓ અને અન્ય સામગ્રીઓ વહેંચાતી મળતી હતી, ત્યાં હવે આજની મતગણતરી થતાની સાથે જ માર્કેટમાં કંઇક અલગ જ બદલાવ આવ્યો છે અને અચાનક સેન્સેક્સમાં પોઇન્ટ ગગડતાની સાથે જ જેમ શેરના ભાવ ડાઉન થાય છે, તેમજ ધીરે-ધીરે રાજધાનીમાં પેટીઓ ખુલી રહી છે અને ગાદી આપના પક્ષમાં જઇ રહી છે, તેવી જ રીતે માર્કેટમાં પણ સામગ્રીમાં ફેરફાર થઇ અને આપની ટોપીઓ તેની બેનર નજરે ચડવા લાગ્યા છે, તે જોતા થોડુ તો અનુમાન લાગી શકાય છે.
કેજરીવાલ તો ઇન્દોરના માર્કેટમાં પણ ચમક્યા, જુઓ વીડિયો - aap
ચૂંટણીમાં જેમ પ્રચાર-પ્રસાર થંભી જતો હોય છે, ત્યારે માર્કેટ પણ એક સાથે જ થંભી જતુ હોય છે, ત્યારે આજે ઇન્દોરની માર્કેટમાં આપની જીતની ખુશીમાં સામગ્રી વહેંચાતી નજરે ચડી હતી.
![કેજરીવાલ તો ઇન્દોરના માર્કેટમાં પણ ચમક્યા, જુઓ વીડિયો ઇન્દોર માર્કેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6033550-thumbnail-3x2-indore.jpg)
ઇન્દોર માર્કેટ
ઇન્દોર માર્કેટ
જો દિલ્હી વિધાનસભાની વાત કરવામાં આવે તો જોર-શોરથી પ્રચાર પ્રસાર થયા હતા, ત્યારે ઇન્દોરની માર્કેટમાં જ એ જ ભાજપ અને કોંગ્રેસની સામગ્રીઓ દુકાન પર વહેંચાતી નજરે ચડતી હતી, ત્યારે આજના આંકડાની જોતાની સાથે સાથે દુકાનદારો પણ હવે આપની સામગ્રીઓ વહેંચવામાં લાગી ગયા છે. મધ્યપ્રદેશમાં આપ પક્ષે પંચાયત હોય કે વિધાનસભાની ચૂંટણી હોય પ્રચાર પ્રસારમાં કોઇ કસર બાકી રહી નથી.