કેજરીવાલે નામાંકન પહેલા રોડ શો કર્યો હતો. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, હું સોમવારે ઉમેદવારી નોંધાવીશ. મને ખુશી છે કે, તમે આશીર્વાદ આપવા માટે આવશો.
દિલ્હી ચૂંટણી: કેજરીવાલ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ દિલ્હીમાં સત્તારુઢ પાર્ટી AAP આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે.
AAPએ જણાવ્યું કે, કેજરીવાલ જામનગર હાઉસ સ્થિત SDM કાર્યલયમાં ઉમેદવારી પત્ર ભરશે.
AAPએ કહ્યું કે, નામાંકન પહેલા કેજરીવાલ રોડ શો કરશે અને ઐતિહાસિક વાલ્મિકી મંદિરમાં ભગવાન વાલ્મિકીના આશીર્વાદ લેશે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે રવિવારે ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યું છે. જેમાં ફરી સત્તામાં આવશે તો 10 વાયદાઓ પૂરા કરશે. જેમાં વિદ્યાર્થીઓને મફ્ત બસ સેવા અને મહિલાઓની સુરક્ષા માટે મોહલા માર્શલની નિયુકત કરશે.
કેજરીવાલે ઘર-ઘરમાં 24 કલાક વિજળી આપવાનો પણ વાયદો કર્યો છે.
AAP કહ્યું કે, દિલ્હીના દરેક ઘરમાં 24 કલાક સ્વચ્છ પાણી આપીશું.