ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને AAP આમ આદમી પાર્ટી તરફથી આ ત્રણેય ઉમેદવારીઓ નામાંકન ભર્યું છે.
ભાજપ ઉમેદવાર સુનિલ યાદવ
ભાજપે સુનિલ યાદવને ટિકિટ આપી છે. સુનિલ યાદવને ભાજપના યુવા મોર્ચાના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ છે. સુનિલ યાદવ વ્યવસાયે વકીલ છે. સુનિલ યાદવે પોતાની રાજકારણની શરૂઆત યુવા મોર્ચાના પ્રદેશ મંડળ અઘ્યક્ષ તરીકે કરી હતી. સુનિલ યાદવને ભાજપે દિલ્હી નગર નિગમ 2017ની ચૂંટણીમાં એન્ડ્રુઝ ગંજથી કોર્પોરેટરના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતું તેઓ ચૂંટણી હારી ગયા હતા.
કોંગ્રેસ ઉમેદવાર રોમેશ સબરવાલ
કોંગ્રેસ નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ સામે રોમેશ સબરવાલને મેદાનમાં ઉર્તાયા છે. રોમેશ સબરવાલ દિલ્હીના પ્રવાસનના ચેરમેન, સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડિયાના ડાયરેકટર, NSUIના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહાસચિવ, યૂથ કોંગ્રેસના પ્રવક્તા અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમેટીના મહાસચિવ પણ રહી ચૂંક્યા છે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ
નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013માં કેજરીવાલે તત્કાલિન મુખ્યપ્રધાન અને કોગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષિતને મોટા અંતરથી હરાવ્યા હતા. 2015માં કેજરીવાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરણ વાલિયાને હરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 7 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.