દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગત રોજ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ઉમેદવારી પત્ર ભરી શક્યાં નહોતાં. આજે મંગળવારે કેજરીવાલ નામાંકન ભરશે. ઉમેદવારી નોંધાવવા માટેનો આજે અંતિમ દિવસ છે.
દિલ્હી ચૂંટણી: AAPના 'કેજરી'વાલ આજે ભરશે નામાંકન - delhi election
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ આજે નામાંકન દાખલ કરશે. જેની સામે ભાજપ નવી દિલ્હી બેઠક પર પોતાના ઉમેદવારનું નામ બલદી શકે છે, એવી અટકળો ચાલી રહી છે. સુત્રો અનુસાર ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાંથી સુનિલ યાદવનું નામ પરત ખેંચી શકે છે.
delhi
સોમવારે કેજરીવાલે કહ્યું હતું કે, 'કાર્યલય 3 વાગે બંધ થઈ ગયું હોવાથી તેઓ ઉમેદવારપત્ર ભરી શક્યા નહોતા. જોકે, તેમ છતાં પણ મને નામાંકન ભરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રોડ શોમાંથી મારા લોકોને છોડીને હું કેવી રીતે આવી શકું. જેથી હું મારુ નામાંકન આજે ભરીશ.'
નોંધનીય છે કે, નામાંકનની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. જેથી આજે અરવિંદ કેજરીવાલ પોતાનું નામાંકન ભરશે.