કેજરીવાલે નામાંકન પહેલા રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. જેનો પોકેટ ચોરોએ ફાયદો ઉઠાવ્યો છે. દિલ્હી રોડ શોનું કવરેજ કરવા આવેલા પત્રકારો પર પણ ખિસ્સા કાતરુંઓએ હાથ સાફ કર્યો છે. ખિસ્સા કાતરુંઓએ મોબાઈલ, રોકડ સહિતની ચોરી કરી છે. સૌથી વધુ ફરિયાદ મંદિર માર્ગ, કનૉટ પ્લેસ અને સંસદ માર્ગની પોલીસને મળી છે. હજુ પણ ચોરીની ફરિયાદમાં વધારો થઈ શકે છે.
કેજરીવાલના રોડ-શોમાં ખિસ્સા કાતરુંઓ "માલામાલ", ફરિયાદની ભરમાર
નવી દિલ્હી: સોમવારના રોજ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં સામેલ થયેલા લોકો અને પત્રકારોના ખિસ્સા કાપી ખિસ્સા તરુંઓએ રોકડ રકમ, મોબાઈલ પર હાથ સાફ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી માટે 7 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.
etv bharat
અરવિંદ કેજરીવાલ નામાંકન દાખલ કરવા મંદિર માર્ગ વાલ્મિકી મંદિરથી નીકળ્યા હતા, આ રોડ શો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા, ત્યારે ખિસ્સા કાતરુંઓએ ભીડનો લાભ ઉઠાવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં કોઈ ગેંગનો સામેલ હશે.