ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રિટનમાંથી અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાનના પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો - મૃતદેહ

અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલિખો પુલના પુત્રનો સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેમના પુત્રનુ નામ શુંબાસો પુલ છે. તેમને બ્રિટનમાં રહી અભ્યાસ કરતા હતા.

arunachals-ex-cm-son-found-dead-in-uk
અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલિખો પુલના પુત્રનો સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

By

Published : Feb 12, 2020, 1:48 AM IST

ઈટાનગર: અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલિખોના પુત્ર શુંબાંસો બ્રિટેનમાં સસેક્સના બ્રાઈનટન ખાતે રહેતા હતા. તેમને બ્રિટનની એક યુનિવર્સિટીમાં આભ્યાસ કરતા હતા. સોમવારે તેમના નિવાસી એપાર્ટમેન્ટમાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

શુંબાંસો કલિખોની પ્રથમ પત્ની દાંગ્વિમસાઈનો પુત્ર હતો. પુલ પરિવારે તેમના દિકરાનો મૃતદેહ ભારત લાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કલિખો કોંગ્રેસ અને ભાજપના કેટલાક ધારાસભ્યના ટેકાથી 2016માં થોડા સમય માટે મુખ્ય પ્રધાન બન્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તેમને મુખ્ય પ્રધાનનું પદ છોડવું પડ્યું હતું. જે બાદ તેમણે 9 ઓગષ્ટ, 2016ના રોજ સરકારી આવાસમાં શંકાસ્પદ રીતે આત્મહત્યા કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details