ગુજરાત

gujarat

ETV Bharat / bharat

14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બર્બાદ કર્યુ :અરૂણ કુમાર

બિહારઃ રાજ્યના મુજફ્ફરપુરમાં ચમકી તાવને કારણે અનેક બાળકોના મોત થયા છે. પરંતુ બાળકોના મોત પર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. CM નીતીશ કુમાર વિરુદ્ધ વિપક્ષ વિરોધ સ્વરૂપે પદયાત્રા કાઢવામાં લાગ્યા છે. વિરોધ કર્તાઓની લિસ્ટમાં અરૂણ કુમારનું નામ પણ સામેલ છે.

Goverment

By

Published : Jul 3, 2019, 8:16 AM IST

રાષ્ટ્રીય સમતા પાર્ટીના સંરક્ષક અને જહાનાબાદના પૂર્વ સાંસદ ડો. અરૂણ કુમાર મંગળવનારે મડવન પ્રખંડના પકડી પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના વિરોધમાં અરૂણ કુમાર નીતીશ હટાવો ભવિષ્ય બચાવો યાત્રા કરી રહ્યા છે. નુક્કડ સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મજબુર થઇને તેમણે આ યાત્રા કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલન સંપૂર્ણ બિહાર ખાતે કરવામાં આવશે.

CM નીતીશ પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું છે કે, 14 વર્ષના શાશન કાળમાં સ્વાસ્થય અને શિક્ષાની હાલત ખરાબ થઇ ગઇ છે. પાછલા 14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બરબાદ કરી નાખ્યું છે. છેલ્લા 8 વર્ષથી અહીં બાળકો મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર કંઇ જ નથી કરી રહી. નીતીશ કુમાર ફક્ત જાહેરાતો કરે છે. જે નાના બાળકોનો જીવ નથી બચાવી શકતા આવી સરકારે તો રાજીનામું આપી દેવું જોઇએ. આ સરકારમાં પુરૂષોને નસબંધી કરાવવામાં આવે છે અને સરકારના પૈસા પચાવવામાં આવે છે. અહીં તો ફક્ત ભ્રષ્ટાચારની બોલબાલા છે. ચમકી તાવની તપાસ રીપોર્ટ વિશે સરકાર કોઇ પણ જાતનો ખુલાસો નથી કરી રહી. સરકારી હોસ્પીટલમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. જાહેરમાં તો નીતીશ કુમાર ગરીબોની સરકાર છે પરંતુ તેઓ ગરીબોને સ્વાસ્થય સુવિધાઓ પણ નથી પુરી પાડી શકતા.

વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે, અને સરકાર આ બાબતે કોઇ પણ નિર્ણય નથી લઇ રહી. વિરોધ અવસરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શશિકુમાર સિંહ, પ્રદેશ અધ્યક્ષ ડો અજય અલમસ્ત, જિલ્લા અધ્યક્ષ અશોક ભગત, વિનોદ કુશવાહ, પરશુરામ ઝા, સહિત મોચી સંખ્યામાં પાર્ટી નેતાઓ સામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details