ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જેટલીએ જણાવ્યું કે, "કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ રહ્યો છે કે, ગરીબોને નારા આપો પણ સાધન ન આપો. કોંગ્રેસ દ્વારા 2008માં દેવામાફી માટે 70 હજાર કરોડનું દેવું માફ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ દેવામાફી માત્ર 52 હજાર કરોડની જ કરવામાં આવી અને તે પણ દિલ્હીના વેપારીઓની જ."
72 હજાર રુપિયાની કોંગ્રેસની જાહેરાત પ્રજાને છેતરવાનો પ્રયાસ: અરુણ જેટલી - Gujarati news
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 5 કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત પર કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.
![72 હજાર રુપિયાની કોંગ્રેસની જાહેરાત પ્રજાને છેતરવાનો પ્રયાસ: અરુણ જેટલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2798997-thumbnail-3x2-arun.jpg)
72 હજાર રુપિયાની કોંગ્રેસની જાહેરાત પ્રજાને છેતરવાનો પ્રયાસ: અરુણ જેટલી
આ ઉપરાંત જેટલીએ જણાવ્યું કે, "કોંગ્રેસ ગરીબી હટાઓના નામે ચૂંટણી જીતી હતી, પરંતુ તેમના કાર્યકાલમાં માત્ર ગરીબીનું જ વિતરણ થયું છે."