અરૂણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસે છોડેલા 25 આતંકીમાં એક પઠાણકોટમાં પણ સામેલ હતાં. વિપક્ષ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, વિપક્ષ સર્જીકલ સ્ટ્રાઈક પર કહે છે કે, અમે જ્યારે સરકારમાં હતા ત્યારે અમે પણ સ્ટ્રાઈક કરી હતી.
આતંકી મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવો મોદીની રણનીતિ: અરૂણ જેટલી - pm modi
ન્યૂઝ ડેસ્ક: જૈશે મોહમ્મદના મસૂદ અજહરને ગ્લોબલ આતંકી જાહેર કર્યા બાદ આજે નાણાપ્રધાન અરૂણ જેટલીએ એક પ્રેસ કોંન્ફરંસને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
ani
જેટલીએ કહ્યું હતું કે, વિદેશમાં આતંકી મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવો તે વડાપ્રધાન મોદીની રણનીતિ છે. જ્યારે દેશ જીતે છે ત્યારે દેશવાસી પણ જીતે છે. પણ વિપક્ષ માને છે કે, જો અમે તેમા સામેલ થઈશું તો રાજકીય ખોટ ઊભી થશે.
વધુમાં કહ્યું હતું કે, જ્યારે ભારતે વૈશ્વિક દબાવ ઊભો કર્યો ત્યારે ચીન માન્યુ છે. અને પોતાનો મત બદલ્યો છે.