અરુણ જેેટલીનો પાર્થિવ દેહ ભાજપ કાર્યાલયથી અંતિમ વિધિ તરફ... - રાજનાથસિંહ
નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીનું આવતીકાલે નિધન થયુ હતું. જેની અંતિમ વિધિ આજે બપોરના 2 કલાકે થશે. ભાજપા કાર્યકર્તા અને અન્ય લોકો અરુણ જેટલીના દર્શન કરી શકે તે માટે તેના પાર્થિવ દેહને પક્ષના કાર્યાલય ખાતે 10 કલાકે લઇ આવવામાં આવશે. જેટલીને 9 ઓગસ્ટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે લાંબી બીમારી બાદ 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
પૂર્વ નાણાંપ્રધાનના દુઃખદ અવસાનના કારણે રાજકીય ક્ષેત્રે અને ખાસ કરીને ભાજપમાં ગમગીનીનો માહોલ છવાયો છે. નેતાઓ અરુણ જેટલીના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, એલ.કે.અડવાણી, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ , રવિશંકર પ્રસાદ, ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, પ્રકાશ જાવડેકર સહિતના નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અરુણ જેટલીને શ્રંધ્ધાંજલી અને પુષ્પાજંલી અર્પી હતી. તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.