નવી દિલ્હી : કોરોના વાઇરસ દેશની રાજધાની દિલ્હીમાં સતત્ત વધી રહ્યો છે. ત્યારે દ્વારકા દશરથપુરી રામલીલા સમિતિમાં રાવણની ભૂમિકા ભજવનાર હરબંસલાલ ગુપ્તા અને દિલ્હી પ્રદેશ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાનું કોરોનાથી મોત થયું છે.
દિલ્હીમાં ભાજપ પ્રદેશના વરિષ્ઠ કાર્યકર્તા હરબંસલાલ ગુપ્તાનું કોરોનાથી મોત - દિલ્હીમાં ભાજપ પ્રેદશના વરિષ્ઠ કાર્યકર્તા હરબંસલાલ ગુપ્તાનું કોરોનાથી મોત
રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ સતત્ત ફેલાઇ રહ્યો છે. દ્વારકા દશરથપુરી રામલીલા સમિતિમાં રાવણની ભૂમિકા ભજવનાર હરબંસલાલ ગુપ્તા અને દિલ્હી પ્રદેશ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાનું કોરોનાથી મોત થયું છે.
શ્રી દશરથપુરી રામલીલા સમિતિમાં ભાજપ નેતા હરબંસલાલ ગુપ્તા 25 વર્ષથી રાવણની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ગયા વર્ષે ભાજપના સાંસદ મનોજ તિવારીએ દશરથપુરી રામલીલા સમિતિની મુલાકાત કરી હતી અને તેઓ રાવણનું પાત્ર ભજવનાર હરબંસલાલ ગુપ્તાને મળ્યા હતા અને તેઓ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.
દશરથપુરી રામલીલા સમિતિના પ્રમુખ હરીશ કુમારે આ અંગે કહ્યું કે, 25 વર્ષથી રામલીલામાં રાવણની ભૂમિકા ભજવનારા હરબંસલાલ ગુપ્તાની કોરોનાને કારણે બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમના પુત્રે આ જાણકારી આપી હતી. જ્યારે જયારે રામલીલા યોજાશે ત્યારે સમાજસેવક હરબંસલાલ ગુપ્તાને યાદ કરવામાં આવશે.