ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળની સાથે સરહદ વિવાદ: ભારતે કહ્યું, આશા છે સકારાત્મક માહોલ જળવાઈ રહેશે - ભારતીય વિદેશ મંત્રાલય

તાજેતરના એક નિવેદનમાં ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને જણાવ્યું હતું કે, નેપાળ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરે.

નેપાળની સાથે સીમા વિવાદઃ
નેપાળની સાથે સીમા વિવાદઃ

By

Published : May 21, 2020, 11:49 AM IST

નવી દિલ્હી: નેપાળ સાથે સરહદ વિવાદથી સંબંધિત મુદ્દા પર ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, અમને આશા છે કે નેપાળી નેતૃત્વ બાકી રહેલા સરહદના પ્રશ્નોના સમાધાન માટે રાજદ્વારી વાટાઘાટો શરૂ કરશે અને આ માટે સકારાત્મક વાતાવરણ પણ બનાવશે.

નેપાળના નવા નકશાનો ઉલ્લેખ કરીને જેમાં તેણે ભારતના પ્રદેશના ભાગનો પોતાનો દાવો કર્યો છે, એમઈએએ કહ્યું કે, "પ્રાદેશિક દાવાઓમાં કૃત્રિમ વધારો ભારત સ્વીકારશે નહીં."

નેપાળ મંત્રાલય દ્વારા આજે જાહેર થયેલા નેપાળના સુધારેલા નકશા પર મીડિયાના સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે નેપાળ સરકારે આજે તેણે નેપાળે સુધારેલો ઓફિશિયલ નકશો બહાર પાડ્યો છે, જેમાં ભારતીય ક્ષેત્રના કેટલાક ભાગ એકપક્ષી વલણને આધારે નક્કી થયા છે. જે ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત નથી. જેથી વાતચીત દ્વારા સરહદના બાકીના પ્રશ્નોના સમાધાનની દ્વિપક્ષીય ચર્ચા અન્ય મુદ્દાઓના પ્રશ્નો નિરાકરણ કરતાં વિપરીત છે.

તેમણે કહ્યું કે આવા પ્રાદેશિક વિસ્તરણના દાવા ભારત સ્વીકારશે નહીં. નેપાળ આ મામલે ભારતની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. અમે નેપાળ સરકારને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ. અમને આશા છે કે નેપાળી નેતૃત્વ બાકી રહેલા સરહદના પ્રશ્નોના સમાધાન માટે સકારાત્મક સંવાદનું વાતાવરણ બનાવશે.

ABOUT THE AUTHOR

...view details