ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી- NCRમાં ભૂકંપના આંચકા, કોઇ જાનહાની નહીં - Gujarat news

નવી દિલ્હીઃ બુધવારે સવારે 8:02 વાગ્યે દિલ્હી NCRમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો. જાણવી મળી રહ્યું છે કે, દિલ્હી ગાજિયાબાદ નોએડામાં ભૂકંપના મધ્યમ આંચકાનો અનુભવ થયો છે. જો કે, કોઈપણ પ્રકારના નુકસાનના કોઈ સમાચાર નથી.

chjxg

By

Published : Feb 20, 2019, 10:48 AM IST

જાણવા મળી રહ્યું છે કે, ભૂકંપના આંચકાના કારણે ઘણી વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. મળતી માહિતી મુજબ UPના બાગપતમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ છે.

થોડા દિવસ પહેલા પણ દિલ્હી NCRના વિસ્તારોમાં ભૂકંપ ના આંચકા અનુભવાયા અને આજે સવારે ફરી ભૂકંપના ઝટકાથી લોકોને ડરાવી દીધા. અત્યાર સુધી રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો આંકડો સામે આવ્યો નથી. પરંતુ દિલ્હી NCRમાં વારંવાર આવી રહ્યા છે ભૂકંપના આંચકાએ લોકોના મનમાં ભય ઉભો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details