ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં CAAના વિરોધમાં ભારે પથ્થરમારો, મોટા અધિકારીઓ ઘટના સ્થળે ફર્ક્યા પણ નહીં - LucknowProtest

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બજારોની વચ્ચે પોલીસ નબળી પડતી જોવા મળી છે. રાજ્ય સરકાર તરફથી દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, પ્રદેશના તમામ જિલ્લામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં સતત પ્રદર્શનો થઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ડીજીપીને બોલાવી સ્પષ્ટ શબ્દોમાં શિખામણ આપી છે કે, સ્થિતી નિયંત્રણમાં રહેવી જોઈએ. તેમ છતાં પણ રાજધાની લખનઉમાં ભારે હિંસક દેખાવો થઈ રહ્યા છે.

LucknowProtest
LucknowProtest

By

Published : Dec 19, 2019, 8:37 PM IST

ઓફિસમાંથી બહાર ન આવ્યા પોલીસના મોટા અધિકારી
જ્યારે રાજધાની લખનઉના ખદરા વિસ્તારમાં પથ્થરબાજો પથ્થર વરસાવી રહ્યા હતા, પ્રદર્શન કરી રહ્યા હતા, નારેબાજી કરી રહ્યા હતા. ત્યારે મોટા અધિકારીઓ પોતાની ઓફિસમાં ભરાઈ પડ્યા હતા. તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા નહોતા. તેમને ઘટનાસ્થળની તપાસ કરવાની પણ દરકાર લીધી નથી. જો સમય રહેતા પોલીસે આ સ્થળની મુલાકાત લઈ સ્થિતીને કાબુ કરવામાં મહેનત કરી હોત, અત્યારે જે દ્રશ્યો જોવા મળે છે તે ન થયા હોત.

યુપીમાં CAAના વિરોધમાં ભારે પથ્થરમારો

સૌથી મોટો યક્ષ પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કઈ રીતે થયાં, કેમ કે જો કલમ 144 લાગુ હોય તો પછી આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર કઈ રીતે થાય. આ તસ્વીર સ્પષ્ટ જણાવે છે કે, પોતાની ફરજમાંથી મોટા અધિકારીઓ ચૂકી ગયા છે.

પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકીને પણ છોડી નથી

પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકીને પણ છોડી નથી
હસનગંજ વિસ્તારના મહેયગંજ પોલીસ ચોકી અને સતખંડા પોલીસ ચોકીને પ્રદર્શનકારીઓએ આગના હવાલે કરી દીધી હતી. સાથે પોલીસના અનેક વાહનોને પણ આગ લગાવી છે. પ્રશ્ન તો એ જ થાય છે કે, જો સમય રહેતા પોલીસ સતર્ક થઈ હોત, આટલું ખરાબ પરિણામ જોવાનો વારો ન આવ્યો હોત.

યુપીમાં CAAના વિરોધમાં ભારે પથ્થરમારો

ABOUT THE AUTHOR

...view details