લખનૌ: કાનપુરના એક ગામમાં પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપી વિકાસ દુબેના સહયોગી દયાશંકર અગ્નિહોત્રી ઉર્ફ કલ્લુની પોલીસ સાથેની અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી છે. કલ્લુના પગમાં ગોળી લાગી હતી, ત્યારબાદ દયાશંકર અગ્નિહોત્રી પાસેથી પોલીસે કેટલીક જાણકારી એકઠી કરી છે.
કાનપુર ફાયરિંગ કેસઃ પોલીસ ટીમ પર હુમલો કરનાર અને વિકાસના સાથી કલ્લુની ધરપકડ
કાનપુરમાં પોલીસ પર ફાયરિંગના કેસમાં પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપી અને વિકાસ દુબેના સાથીદાર દયાશંકર અગ્નિહોત્રી ઉર્ફ કલ્લૂની ધરપકડ કરાઇ છે.
આ ધરપકડ બાદ પૂછતાછમાં દયાશંકર અગ્નિહોત્રીએ જણાવ્યું કે, પોલીસની જાણકારી વિકાસ દુબેની પહેલાથી જ થઇ ગઇ હતી. સૂચના મળ્યા બાદ વિકાસ દુબેએ પોતાના સાથીદારોને ઘર પર બોલાવ્યા હતાં. જ્યારે પોલીસ પહોંચી ત્યારે વિકાસ દુબેએ સાથીદારોની સાથે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યુ હતું.
પોલીસની પુછપરછમાં કેટલીક મહત્વની કડીઓ સામે આવી છે. દયાશંકર અગ્નિહોત્રી સાથેની પૂછપરછમાં એ વાતની જાણકારી સામે આવી કે, મોટા પાયાના નેટવર્કિંગથી વિકાસ દુબે પોતાનું સામાજ્રય ચલાવતો હતો. પોલીસની પકડથી બચવા અને તેનેથી દૂર રહેવા વિકાસ દુબે ફોનનો ઉપયોગ કરતો નહતો. કોઇને પણ ધમકી આપવી હોય તો પોતાના લોકોને મોકલી સૂચનાઓ પહોંચાડતો હતો અને ધમકાવવાનું કામ કરતો હતો.